<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

જાનીવડલા ગામની સીમમાં ખેતરમાં ૩૦ છોડ ગાંજાનું વાવેતર ઝડપાયું

ચોટીલા પંથકમાં ગાંજા ની ખેતીનો સીલસીલો યથાવત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૩ : ચોટીલા તાલુકામાં ભૌગોલિક રીતે કેટલાક વિસ્‍તારોમાં નશાકારક ગાંજા ની ખેતી અન્‍ય ખેતી પાક ની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્‍તારમાંથી ગાંજા ની ખેતી ઝડપાયેલ છે જેથી જિલ્લા ની બ્રાન્‍ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલ.

એસ ઓ જી ના પીઆઇ બી. એચ. સિંગરખીયાને  બાતમી મળેલ  કે, જાનીવડલા ગામનાં સીમ વિસ્‍તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષો થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્‍ચે વચ્‍ચે ગાંજાનું વાવેતર કરેલ છે.

હકિકતનાં આધારે સ્‍ટાફ  સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા ૩૦ જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકો ની જહેમત બાદ આશરે ૩૬. ૩૦૦ કિ . ગ્રા લીલા ગાંજાનાં રૂ. ૩.૬૩ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી

ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડ નું બિયારણ અજાણ્‍યા સાધુ મારાજ પાસે થી લીધુ હોવાની વિગત જાણવા મળે છે

ઠાલીયાનાં પરવાના બંધ થતા લોકો અન્‍ય નશા તરફ વળ્‍યા નું અનુમાન

ચોટીલા પંથકમાં અનેક લોકો નશાની લત ધરાવે છે ખાસ કરીને ઠાલીયા (કાલા) ના વ્‍યસનીઓને  પરવાના ઇશ્‍યુ થતા જેઓ આ નશીલા પદાર્થ નું વેચાણ લાયસન્‍સ ધરાવનાર ની દુકાને માસિક નિયત કરેલ જથ્‍થો વેચાતો લેતા હતા પરંતુ સરકારે આ પરવાના પ્રથા રદ કરતા વ્‍યસની લોકો અન્‍ય નશીલા પદાર્થ તરફ વળતા ગેરકાયદેસર એવા ગાંજા નું વાવેતર ખાનગીમાં વધતું હોય તેવું અનુમાન સેવાય છે!ચોટીલા પંથકમાં અનેક ડુંગરાળ અને નાની મોટી ટેકરીઓ અને મોટો સીમ વિસ્‍તાર આવેલ છે. છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્‍તારોમાંથી પોલીસના હાથે ગાંજાના વાવેતર ઝડપાયેલ છે. અભણ અને કાયદાથી અજાણ ખેડૂતો પાસે કોઇ ચોક્કસ લોકો આવા નશીલા પદાર્થ ની ખેતી કરાવે છે કે કેમ? તેવી આશંકા સાથે ભૂતકાળનાં આવા પ્રકારનાં ગુનાને નજરમાં રાખી ખાનગી રાહે તપાસ ચાલતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:04 AM IST)