તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 13th November 2024
તળાજા નજીક અકસ્માત મહુવાના યુવકનું મોત
બે માસુમ પુત્રીએ પિતા ગૂમાવ્યા

ભાવનગર, તા. ૧૩ : મહુવા ના ભાદર રોડ જાપા વિસ્તારમાં રહેતા અબ્દુલ કાદરભાઈ અગવાન ઉ.વ ૩૧ એલ્યુમિનિયમ સેક્સન ની બારીઓ ભરી લોડિંગ ડીઝલ રીક્ષા ગુજરાત પાસિંગ ની નં.૩૬૯૯ તળાજા આવી રહ્યા હતા.
સાંખડાસર-૧ના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે સિયાઝ કાર નં.જીજે ૫-જે.એસ.-૫૫૨૯ ના ચાલકે રીક્ષા ને પાછળના ભાગે થી ઠોકર મારતા આગળ જતાં વાહન સાથે રીક્ષા અથડાઈ હતી.ચાલક અબ્દુલભાઈ ફંગોળાયા હતા ને સ્થળપર તે જન્નતનશીન થયા હતા.
બનાવ ને લઈ તળાજા હોસ્પિટલ ખાતે દોડી જનાર આગેવાન ફિરઝભાઈ હાજીઅલી એ જણાવ્યું હતુ કે કરૂણાંતીકા એ છેકે મળતકને બે વર્ષ અને બે માસ ની બે દીકરીઓ છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
