<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રાજકોટના બાડપરના મયુરનો ભુપગઢ રોડ પર પોતાના ગેરેજમાં ફાંસો ખાઇ આપઘાત

મોટો ભાઇ સતત ફોન કરતો'તો રિસીવ ન થતાં ગેરેજ ખાતે જોવા જતાં નાનો ભાઇ લટકતો મળ્‍યો

રાજકોટ તા. ૧૩: તાલુકાના બાડપર ગામે રહેતાં ત્રેવીસ વર્ષના યુવાને ભૂપગઢ રોડ પર આવેલા પોતાના ગેરેજમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ બાડપર રહેતો મયુર વિનુભાઇ કાવઠીયા (ઉ.વ.૨૩) ગઇકાલે સવારે નિત્‍યક્રમ મુજબ સરધાર ભૂપગઢ રોડ પર આવેલા પોતાના ખોડિયાર ગેરેજ ખાતે કામ કરવા ગયો હતો. બપોરે તે જમવા ન આવતાં કામ વધારે હશે તેમ પરિવારજનોને લાગ્‍યું હતું. સાંજે પોણા પાંચેક વાગ્‍યે મોટા ભાઇ દિપકભાઇએ તેને વારંવાર ફોન જોડવા છતાં ફોન રિસિવ ન થતાં મોટા ભાઇ ગેરેજ ખાતે રૂબરૂ તપાસ કરવા જતાં નાનો ભાઇ લટકતો દેખાતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

આપઘાત કરનાર યુવાન મયુર બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે ગેરેજ ચલાવી ગુજરાન ચલાવતો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા નથી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, જયદિપસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:11 AM IST)