News of Wednesday, 13th November 2024
જામકંડોરણા યાર્ડ ખાતે હરરાજીનો શુભારંભ

જામકંડોરણા તાલુકા માર્કેટ યાર્ડ ખાતે હરરાજીનો શુભારંભ રાજકોટ જીલ્લિા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ને હસ્તે કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન જશમતભાઈ કોયાણી,વાઈસ ચેરમેન ચંદુભા ચૌહાણ,યાર્ડના ડિરેકટરો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સરપંચો વેપારીઓની હાજરીમાં જણસીની હરરાજીનો -ારંભ કરવામાં આવ્યો હતો આ યાર્ડમાં શરૂઆતમાં અઠવાડીયામાં સોમવાર અને શુક્રવાર એમ બે દિવસ હરરાજી કરવાનુ અને ત્યારબાદ તબકકાવાર આવકના પ્રમાણમાં હરરાજીના દિવસો વધારવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ખેડૂતોને પોતાની જણસના મહતમ ભાવ મળે અને સાચો તોલ થાય તેમજ તેજ દિવસે ખેડૂતોને નાણા મળી જાય તે ઉદેશથી હરરાજીમાં બહોળી સંખ્યામાં વેપારીઓ ખરીદી કરવા આવે અને ખેડૂતોને તંદુરસ્ત હરીફાઈ દવારા વધુમાં વધુ ભાવ ઉપજે તે માટે તાલુકાના ખેડૂતોએ પોતાની ખેતીની જણસ વેચાણ માટે જામકંડોરણા માકેટ યાર્ડમાં લાવવા યાર્ડ દવારા અનુરોધ કરવામાં આવેલ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
