News of Wednesday, 13th November 2024
જુનાગઢમાં નશાની હાલતમાં મહિલાના ઘરે જઈ માથાકૂટ કરતા ૨ શખ્સ પકડાયા
મહિલાએ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે પકડી લોકઅપ હવાલે કર્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૩: મધુરમ વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે રહેતા એક મહિલાના ઘરે ૨ શખ્સ માથાકૂટ કરતા હોવાની જાણ પોલીસ કંટ્રોલ રૂમ મારફત થતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ કરતા ૨ શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં જણાતા બંનેને પકડી પોલીસ સ્ટેશન પર લઈ પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં આ શખ્સોએ તેનું નામ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ખત્રીવાડામાં રહેતો ૩૦ વર્ષનો મહેશ ઉર્ફે મુન્નો લાખા રાઠોડ અને તેનો પાડોશી સુનિલ સાદુર સારલીયા હોવાનું જણાવતા બંનેની પીધેલી હાલતમાં ધરપકડ કરી પ્રોહિબિશન એકટની કલમ ૬૬-૧ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
