News of Wednesday, 13th November 2024
જૂનાગઢની કુ.રાધા મહેતાએ ‘ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર' વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી ‘બેસ્ટ રીસર્ચ પેપર'નો એવોર્ડ કર્યો પ્રાપ્ત

જૂનાગઢ, તા.૧૩: ભારતીય વિદ્વત્ પરિષદ દ્વારા ‘અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન ૨૦૨૪'નું આયોજન ઉડુપી, કર્ણાટક ખાતે થયુ હતુ. આ સંમેલનમાં ભારતભરમાંથી લગભગ ૧૦૩૦ રિસર્ચ સ્કોલર્સ, પ્રોફેસર્સ તથા વિવિધ યુનિવર્સિટીના વિભાગાધ્યક્ષ અને ભારતીય પ્રાચ્યવિદ્યાના તજજ્ઞોએ અહીં પોતપોતાના રીસર્ચ પેપર રજૂ કર્યા હતા.
વેદ, વેદાંત, દર્શન, ધર્મશાષા, જ્યોતિષ, ન્યાય, મીમાંસા, વ્યાકરણ, પાલી, પ્રાકળત, મૉર્ડન સંસ્કળત સ્ટડીઝ, કમ્પ્યુટેશનલ સંસ્કળત, આર્કિયોલોજી, ઇન્ડોલોજી વગેરે અલગ અલગ વિભાગમાં આ રીસર્ચ પેપર અંગે ચર્ચાસત્ર પણ યોજાયા હતા.
જૂનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હાલમાં પી.એચડી કરી રહેલા રીસર્ચ સ્કોલર રાધા મહેતાએ પોતાનું ‘સ્વપ્નો અને વાસ્તવિકતાઃ ગૌપાદાચાર્યની ફિલસૂફી અને નોલાનની શરૂઆત વચ્ચેની સમાનતાઓની વિષય પરનું રીસર્ચ પેપર રજૂ કરી, ‘ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર' વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી ‘બેસ્ટ રીસર્ચ પેપર'નો એવોર્ડ પ્રાપ્ત કર્યો.
કુ. રાધા મહેતા પોતે જ્યાં રીસર્ચ સ્કોલર તરીકે પીએચ.ડી. કરી રહ્યા છે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીને મળી પોતાની સિધ્ધી અંગે યુનિ.નાં માર્ગદર્શન અંગે ઋણાનુભાવ વ્યક્ત કરી પોતાની ખુશીઓ અધ્યાપકગણ અને યુનિ સ્ટાફ સાથે વહેંચી હતી. પી.એચડી કરી રહેલા રીસર્ચ સ્કોલર રાધા મહેતાને માર્ગદર્શક ડો. જેસિંગ વાંઝા સહિત યુનિ.નાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા સહિત અધ્યાપકગણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
