<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

મધ્‍ય પ્રદેશથી ચોરવાડ કારના સ્‍પેરવ્‍હીલ નીચે બનાવેલ પતરાની પેટીમાં છૂપાવેલ દારૂના ૩૩૪ ચપટા લઇ આવતા જુનાગઢના બે શખ્‍સો ઝડપાયા

જુનાગઢ તા. ૧૩:  દાતાર રોડ, ઉપર રહેતા મોસીન પઠાણ, તથા મહમદહુસેન પીરજાદા ફોર વ્‍હીલ ગાડી રજી.નં. જીજે-૦૧-આરસી-૪૮૯૭ માં બહા૨ના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો ભરી ચોરવાડ બાજુ આવતો હોવાની હકિકત મળતા. ગડુ ત્રણ રસ્‍તા ખાતે વોંચમાં રહેતા એક કોફી કલર જેવી ફોર વ્‍હીલ ગાડી ગળોદર બાજુથી આવતી ગાડીના નંબર જોતા ઉપરોકત હકીકત વાળી ગાડી હોય. જેથી તેને હાથના ઈશારા વડે રોકવા ઈશારો ક૨તા ફોર વ્‍હીલ ગાડીના ચાલકે ફોર વ્‍હીલ રોકેલ નહી અને ભાગવા જતા તુરત જ ખા.વા. આડી નાખી ફોર વ્‍હીલ ઉભી રખાવતા બે ઇસમો ફોર વ્‍હીલમાંથી નીચે ઉતરી ભાગવા જતા પકડી પાડી બંને ઇસમોને સાથે રાખી ફોર વ્‍હીલ ગાડીમાં ચેક ક૨તા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવેલ ન હોય અને બંને ઇસમોની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય. જેથી બંને ઈસમોને રાઉન્‍ડઅપ કરી ફોર વ્‍હીલ ગાડી સાથે જુનાગઢ ક્રાઈમ બ્રાન્‍ચ ખાતે આવી મજકુર બંને ઈસમોની યુકિત પ્રયુકિતથી આગવી ઢબે પુંછપરછ કરતા ગુનાની હકીકત જણાવેલ. બાદ મજકુર ઇસમોના કબ્‍જા હવાલાની ફોર વ્‍હીલ ગાડી રજી.નં.જીજે-૦૧-આરસી-૪૮૯૭ માં સ્‍પેર વ્‍હીલ નીચે ચોર ખાનું બનાવી  વિદેશી દારૂની બોટલો રાખેલ હોવાનુ જણાવતા. ફોર વ્‍હીલ ગાડીની ઝડતી તપાસ કરતા પાછળ ડેકીના ભાગે આવેલ સ્‍પેર વ્‍હીલ રાખવાની જગ્‍યામાં પતરાની પેટી બનાવેલ અને સ્‍પેર વ્‍હીલ નીચે ચડાવેલ હોય. જે ડેકીના ઉપરના ભાગેથી પાના વડે સ્‍પેર વ્‍હીલ ખોલી નીચે પતરાનું ખાનું ખોલી અંદર જોતા  વિદેશી દારૂના પ્‍લાસ્‍ટીકના ચપટા નંગ ૩૩૪ કિંમત રૂા. ૮૦૧૬૦/-મળી આવતા તમામ મુદામાલ બહાર કાઢી કબ્‍જે કરી પુછતા સદરહુ દારૂ કલાભાઈ રહે. સમોયથી બે કી.મી. દુ૨ રાણપુર રોડ મધ્‍યપ્રદેશ વાળા પાસેથી લઈ આવેલ અને ચિરાગ બારૈયા રહે. ચોરવાડ  વાળાને આપવાનો હોવાનુ જણાવેલ.જેથી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી ચોરવાડ પો.સ્‍ટે. ખાતે ગુ.૨.નં. ૧૧૨૦૩૦૧૨૨૪૦૫૧૫/૨૦૨૪ પ્રોહી ૬. ૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુન્‍હો રજી.ક૨વામાં આવેલ.

 આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પો. ઇન્‍સ. જે. જે. પટેલ તથા પો. હેડ કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડા.સમા, આઝાદસિંહ સિસોદીયા તથા પો. કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:30 PM IST)