News of Wednesday, 13th November 2024
મોરબી એલસીબીએ ટ્રેકટર ચોરીનો ભેદ ઉકેલ્યો : પરપ્રાંતીય શખ્સની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ ચોરાઉ ટ્રેકટર સાથે જોવા મળે છે. (તસ્વીર : પ્રવીણ વ્યાસ, મોરબી)
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૩ : મોરબી એલસીબી ટીમે ટ્રેકટર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક શખ્સને ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે પકડી પાડી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ટ્રેક્ટરની ચોરી થઈ હોય, મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે એક શખ્સ ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાનાની સામે રોડ ઉપર ઉભો છે. જેને આધારે એલસીબી ટીમે ચોરી થયેલ ટ્રેકટર સાથે બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે. મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક મુળ રહે. મધ્યપ્રદેશ વાળાને પકડી પાડી તાલુકા પોલીસને સોંપી દીધેલ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
