<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

પોરબંદરમાં નેવી દ્વારા ૩ દિવસીય સી-વિઝીલ-૨૪ : તાડમાર તૈયારીઓ

૨૬/૧૧ના આંતકી હુમલા બાદ ભારતીય સેના સુરક્ષામાં કોઇ ચુક ન રહી જાય તે માટે દર ૨ વર્ષે સુરક્ષા પ્રેકટીસ કાર્યક્રમ : ૨૦ થી ૨૩ સુધી કાર્યક્રમોમાં નેવી કોસ્‍ટગાર્ડ આર્મી સહિત ૧૮ સુરક્ષા એજન્‍સીઓ જોડાશે : સુરક્ષા એજન્‍સીઓ વધુ મજબુતીથી કામ કરવા મક્કમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૧૩ : પોરબંદર માં ઇન્‍ડિયન નેવી ગુજરાત દ્રારા ત્રણ દિવસ સુધી સી વિઝીલ ૨૪ ની તૈયારીઓ ચાલી રહી છે ૨૬ / ૧૧ ના આંતકી હુમલા બાદ ભારતીય સેના સુરક્ષા માં કોઈ ચૂક રહી ન જાય તે માટે દર બે વર્ષે સુરક્ષા ની ચકાસણી કરી રહી છે જેમાં ૨૦ થી ૨૩ નવેમ્‍બર સુધી નેવી,કોસ્‍ટગાર્ડ, સહિતની ૧૮ જેટલી એજન્‍સીઓ જોડાશે જેની તૈયારીઓ ચાલી રહી છે.

 દેશમાં ૨૬/૧૧ નો કાળો દિવસ આજે પણ સુરક્ષા એજન્‍સીઓ ભૂલી નથી અને એમાં કયા સુરક્ષા માં કચાસ રહી ગઈ અને મુંબઈ ની તાજ પર હુમલો થયો ફરી તેવી કોઈ ઘટના ના બને અને સુરક્ષા વધુ મજબૂત બને તેની તૈયારીઓ કરી રહી છે આગામી ૨૦ થી ૨૩ નવેમ્‍બર સુધી નેવી, કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ, કસ્‍ટમ, સેન્‍ટ્રલ. આઈ.બી,સ્‍ટેટ આઈ.બી સહિત ની એજન્‍સીઓ સી.વિઝીલ ૨૪ માં જોડાશે સાથે સ્‍થાનિક પોલીસ પણ હશે.નેવીના અધિકારીના  સૌરભ ખંડુરી ઇન્‍ચાર્જ સી.વિઝીલ ૨૪ ઇન્‍ડિયન નેવી પોરબંદર એ જણાવેલ ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટની સૂચના મુજબ કોસ્‍ટલ ડિસ્‍ટ્રીકટ માં લગભગ ૧૫ થી ૧૮ જેટલી સુરક્ષા એજન્‍સીઓ સાથે મળી કામ ની ચકાસણી કરે છે અને સુરક્ષા વધુ મજબૂત કેમ બની રહે તેની આંતરિક તપાસ કરવામાં આવે છે એક બીજા ને ઇનપુટ ની આપ લે કરે છે કોઈ શંકાસપદ વ્‍યક્‍તિ કે જહાજ દેખાય તો કેવીરીતે કઈ એજન્‍સી ને કેટલી ઝડપથી જાણ કરવી તેમન હુમલો થાય તો કેટલી ઝડપથી કામગીરી કરી શકાય તે માટે ૨૦૧૯ થી દર બે વર્ષે સી.વિઝીલ નું આયોજન થાય છે ૨૦ નવેમ્‍બર થી ત્રણ દિવસ પોરબંદર નેવલ થી સમગ્ર મોનીટરીંગ કરવામાં આવશે

 સમુદ્રમાં એક ખાસ પ્રકારની આંતરિક મોકડ્રિલ યોજવામાં આવશે સતત ૭૨ કલાક સુધી તમામ એજન્‍સીઓ એક બીજા ને ઇનપુટ ના આધારે ચકાસણી કરશે ખાસ કરીને ડ્રગ્‍સ,હથિયાર,હવાઈ હુમલા જેવા દરેક પાસા પર સુરક્ષા ને લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

 ૨૬/૧૧ ના દિવસે થયેલ તાજ પર ના હુમલા બાદ હવે સુરક્ષા એજન્‍સીઓ વધુ મજબૂતીથી કામ કરવા મક્કમ બની રહી છે આગામી ૧૮ મી નવેબર થી સુરક્ષા એજન્‍સીઓ એક બીજા નો સંપર્ક કરશે અને ૨૦ થી ૨૩ નવેમ્‍બર ત્રણ દિવસ સુધી સમુદ્રી સુરક્ષા માં કોઈ ચૂક ના રહે તેમાટે નેવી ,કોસ્‍ટગાર્ડ,કસ્‍ટમ,લાઈટ હાઉસ,ફિસરીશ,મરીન પોલીસ ,જી.એમ.બી સહિતની જુદીજુદી ૧૫થી વધુ એજન્‍સીઓ સાથે મળી  કામ કરશે અને મહાકાય જહાજ થી સમુદ્રમાં નઝર રાખશે હાલ સંપૂર્ણ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

 સમુદ્રમાં તમામ એજન્‍સીઓ પોતાની રીતે વોચ રાખી રહી છે પરંતુ વધુ સુરક્ષા મજબૂત બનાવવા અને તમામ એજન્‍સીઓને સાથે રાખી કામગીરી માં કયાંય કચાસ ના રહે તેના માટે સી વિઝીલ મહત્‍વ ની કામગીરી માનવા માં આવી રહી છે.

(2:04 PM IST)