તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 13th November 2024
હોમગાર્ડ જવાનો માટે રાજયકક્ષાનો રમતોત્સવ યોજાયો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ ગુજરાત હોમગાર્ડ્ઝના ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલની પ્રેરણાથી ગુજરાત હોમગાર્ડ્ઝ સ્થાપના દિન. છઠ્ઠી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેઅંતર્ગત હોમગાર્ડ જાવાનોનું રાજ્ય કક્ષાનું ટ્રેનિંગ સેન્ટર જરોદ તાલુકા વાઘોડિયા જિલ્લા વડોદરા ખાતે મધ્યઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવનું ગુજરાત હોમગાર્ડ્ઝના સિનિયર સ્ટાફ ઓફિસર ચુડાસમાના હસ્તે રમતોત્સવનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જીલ્લાઓમા અમદાવાદ પૂર્વ, અમદાવાદ પヘમિ, અમદાવાાદ ગ્રામ્ય, વડોદરા શહેર અને ગ્રામ્ય, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ગોધરા, દાહોદ, ખેડા, નડિયાદ વગેરે ગુજરાત જીલ્લાઓના હોમગાર્ડ જવાનોએ ભાગ લીધો હતો. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, લાંબી કુદ, દોરડા ખેંચ, કબ્બડી,વોલીબોલ, ખો ખો વગેરે જેવી રમતોમાં રાજ્યકક્ષાએ પોતાના જીલ્લાઓનું નામ રોશન કર્યું હતું જેમાં મધ્ય ઝોન ઈનચાર્જ સુભાષભાઈ નીલ, સહ ઈનચાર્જ સ્નેહલ પટેલ, કુમારભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ પヘમિ નહરસિંહ પરમાર, છોટાઉદેપુર વડોદરા ગૌરાંગભાઈ જોષી તથા સમાવિષ્ટ સર્વ જિલ્લાના હોમગાર્ડ્ઝ રમતવીરોએ મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટો, સ્ટાફ ઓફિસરો અને હોમગાર્ડ દળના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા તેમ અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
