News of Thursday, 14th November 2024
આઉટ સોર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવો.. નહી તો ગાંધીનગરનો ઘેરાવઃ ઇસુદાન ગઢવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૪: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવીએ મોરબી ખાતે મીડીયા સમક્ષ જણાવ્યું કે આજે મારી મોરબીની મુલાકાત દરમિયાન અમારી ટીમે મને જાણ કરી કે અહીના ફસાઇકર્મી બહેનો અને સિકયુરિટીમાં જે આઉટસોર્સિગ દ્વારા કામ કરતા બહેનો છે. એમનું એજન્સીઓ દ્વારા આર્થિક રીતે શોષણ થઇ રહ્યું છે.
ઇસુદાન ગઢવીએ કહ્યું કે આ ફકત મોરબીનો સવાલ નથી. પરંતુ તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિગના સફાઇ કર્મચારીઓ હોય કે સિકયુરિટી હોય કે નર્સિગ સ્ટાફ હોય આ તમામમાં પગારમાં ગોલમાલ થઇ રહી છે. નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓની નાણાકીય તપાસ કરાવે. નહીતર આવનાર સમયમાં તમામ જિલ્લાઓમાં કામ કરતા આઉટસોર્સિગના કર્મચારીઓને સાથે રાખીને એક લાખથી વધુ લોકો મળીને ગાંધીનગરનું ઘેરાવ કરીશું મોટી જવાબદારી સુપ્રિટેન્ડની પણ હોય છે. ભલે કર્મચારીઆઉટસોર્સિગના હોય પરંતુ તમારે તમામ કર્મચારીઓના હિતોની રક્ષા કરવી પડે. તેમ ઇસુદાન ગઢવીઅ ેઆરોગ્ય મંત્રી ઉપરઆકરા પ્રહારો કરતા અંતમાં જણાવ્યું હતું
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
