News of Thursday, 14th November 2024
ઉપલેટામાં ભાજપના તોહમિલન કાર્યક્રમમાં ભાયાવદરના વિવિધ પ્રશ્નોની રજૂઆત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૪: ગોરસ કાર્યાલય ખાતે શહેર અને તાલુકા ભાજપ ના નવા વર્ષના સ્નેહ મિલન માં ભાયાવદર ભાજપ ના હોદેદારો જિલ્લા ભાજપના ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા શહેર ભાજપ પ્રમુખ અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડીયા દિપકભાઇ મેઘાણી રેખાબેન સિણોજીયા ભગવાનજીભાઈ પરસાણીયા વિગેરે આગેવાનો એ કાર્યક્રમ માં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સમક્ષ ભાયાવદર ના વિવિધ લોક પ્રશ્ને આધાર કાર્ડ ની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે. પશુ ડોકટર ની નિમણૂક કરવામાં આવે. સીટી સર્વે કચેરી સહિત વિવિધ બાબતે રજૂઆત કરી હતી સાંસદ તથા ધારાસભ્ય શ્રી એ વહેલી તકે કામગીરી શરૂ કરવાની આગેવાનો ને ખાત્રી આપી હતી.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
