News of Thursday, 14th November 2024
ચારે વેદોનું ગુજરાતી ભાષાંતર કરનાર મહામાનવ પદ્મશ્રી દયાળજીભાઈ પરમારની સ્થિતિ અત્યંત કટોકટીભરી

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા. ૧૪ :.. વેદોનું ગુજરાતી ભાષાંતર કરનાર મહામાનવ પદ્મશ્રી દયાળજીભાઈ પરમારની (દયાળ મુનીની) ગંભીર સ્થિતિ હોવાનું જાણવા મળે છે. તેમને ટંકારાથી રાજકોટની સાર્થક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યાં ડોક્ટરોના કહેવા પ્રમાણે તેમની સ્થિતિ ખૂબ જ કટોકટી ભરી હોવાનું શ્રી સુરેશભાઈ ચાવડાએ જણાવ્યું છે. એમનું જીવન બચાવવા ડોક્ટરો અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
દરમિયાન તેમની ઇચ્છા, મુજબ તેમને અત્યારે ટંકારા તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવી રહ્યાનું શ્રી સુરેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
તેમની તબીયત બગડતા રાજકોટની સાર્થક હોસ્પિટલે ખસેડયા હતાં.
ત્યાં તેમની સ્થિતિ અત્યંત કટોકટીભરી હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
