News of Thursday, 14th November 2024
ગીરના પ્રખ્યાત ગોળની સીઝન ૧પ દિ' મોડી શરૂ થઇઃ માત્ર ૮૦ રાબડા જ ચાલુ થયા
ચાલુ વર્ષે લાભ પાંચમના બદલે દેવદિવાળીએ પ્રારંભ થયોઃ શેરડી ઓછી હોવાથી લંબાશે પણ મજૂરોની સમસ્યાને લીધે ધીમુ ઉત્પાદન થશે

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૧૪: ગીર સોમનાથ જિલ્લા માં દર વર્ષે લાભ પાંચમ થી ગોળ ના રાબડાઓ ધમધમવાં લાગે છે પણ ચાલું વર્ષે ૧૫ દિવસ મોડા એટલે કે દેવ દિવાળીએ માત્ર ૮૦ જ રાબડા શરૂ થતાં ખેડૂતો માં ખુશી સાથે શેરડી ના ભાવ ને લઈ ખેડૂતો માં નારાજગી જોવા મળી છે.
ગીર વિસ્તાર માં મોટા પ્રમાણ માં ખેડૂતો શેરડી નું વાવેતર કરી રહ્યા છે જેને લઇ ગીર માં ગોળ બનાવવા ના રાબડા ઓ દર વર્ષ ૨૫૦ જેટલા સીઝન માં ચાલુ થાય છે જો કે લાભ પાંચમ થી રાબડા શરૂ કરવામાં આવે છે પરંતુ આ વર્ષ થોડા દિવસ મોડું થયું છે અને હવે દેવ દિવાળી ના દિવસ થી રાબડા સંચાલકો દ્વારા રાબડા શરૂ કરવામાં આવ્યા છે ૮૦ જેટલા રાબડા ધમધમતા થયા છે હજુ પણ આગામી દિવસો માં ૯૦ જેટલા રાબડા શરૂ થવાની શકયતા છે જો કે ભૂતકાળની તુલનાએ ૫૦ થી વધુ રાબડા ઓછા આં વર્ષે શરૂ થશે મતલબ કે ઘટાડો નોંધાયો છે.
ગોળ ના ડબ્બા નો ભાવ હાલ ૭૦૦ રૂપિયા થી વધારે છે આગામી દિવસો માં ગોળ ના ભાવ ઘટવાની શકયતા છે જો કેં શેરડી માં રિકવરી વધશે જેના કારણે શેરડી નાં ભાવ વધે તેવી શકયતા છે હાલ તો એક ટન શેરડી ના ભાવ ૨૫૦૦ થી ૨૬૦૦ રાખવામાં આવ્યા છે જેને લઇ ખેડૂતો માં ભાવ મામલે નારાજગી જોવા મળી રહી છે.
તાલાલા કોડીનાર મા મોટા પ્રમાણ મા શેરડી નું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ ખાંડ ઉદ્યોગ એક સમયે ધમધમતા હતા જો કે તમામ ખાંડ ઉદ્યોગ હાલ બન્ધ હાલતમાં છે ખાંડ ઉદ્યોગ બંધ થતા ગીર પંથકમાં રાબડાઓ શરૂ થયા છે રાબડાઓ ધમધમતા થતાં ખેડૂતો પોતાની શેરડી રાબડા માલીકોને વેચી રહ્યા છે. પરંતુ ખેડૂતો શેરડી ના ભાવ ને લઇ ખૂબ નિરાશ એક વીઘા શેરડી પકવવા મા અમને ૧૫ થી ૨૦ હજાર નો ખર્ચ લાગે છે અને એક વર્ષ નો સમય શેરડી પકવવામાં લાગે છે શેરડી ના ભાવ ઈં ૩,૫૦૦ ચૂકવાય તો જ ખેડૂતો ને પરવડે તેમ.છે જો કે આવતા વર્ષે કોડીનાર અને તાલાલા શુંગર મીલ શરૂ થવાની છે જેના કારણે ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે
ગીર સોમનાથ રાબડા એસો ઙ્કમુખ, બાલુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાબડા ની અંદર કામ કરતા મજૂરોને લઈને મોટી સમસ્યા સર્જાણી છે કારણ કે ગુજરાત બહારથી આવતા મજૂરો ના મુકાદમો રાબડા માલિકો પાસેથી મોટી રકમનો ઉપાડ લઈ લીધા બાદ પણ સમયે મજૂરો લઈને આવતા ન હોવાથી રાબડા સંચાલકોના પૈસા પણ જાય છે અને મજૂરો પણ આવતા નથી જેથી આર્થિક અને માનસિક બંને નુકસાન સહન કરવાનો વારો આવે છે અને ખાસ તો મોટી સમસ્યા એ છે કે આ લોકો જે રકમ ઉપાડ પેટે લઈ જાય છે તે રકમ પણ પરત આપતા નથી અને તેની સામે રાબડા સંચાલકો કોઈ કાર્યવાહી કરે તો સરકારમાંથી કે તંત્રમાંથી સપોર્ટ નહીં મળવાથી રાબડા સંચાલકો લાચાર બન્યા છે. છેલ્લા બે વર્ષથી દર વર્ષે દરેક સિઝનની અંદરથી અંદાજે ગીર સોમનાથ જિલ્લામાંથી અંદાજે એક કરોડ રૂપિયા જેવી રકમનું આ મુકાદમો દ્વારા ફુલેકુ ફેરવી લેવામાં આવે છે જે રાબડા સંચાલકો માટે હાલ મોટી સમસ્યા છે. ચાલુ વર્ષે પણ મજૂરોની સમસ્યા છે જેને લઈને માત્ર ૮૦ યુનિટ હાલ શરૂ થયા છે અને જો મજૂર મળશે તો આવતા દિવસોમાં હજુ ૯૦ યુનિટ શરૂ થઈ શકે તેમ છે એટલે ચાલુ વર્ષે ૧૭૫ રાબડા થી વધુ શરૂ થશે નહીં તેવું હાલ લાગી રહ્યું છે અને શેરડીનું ઉત્પાદન ઓછું છે તેની સામે મજુર નહીં મળવાથી ઉત્પાદન ઘટતા સિઝન લંબાશે તેવું હાલ લાગી રહ્યું છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
