News of Thursday, 14th November 2024
સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતાનું સન્માન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ મહેસુલ વિભાગ દ્વારા ઉપલેટામાં મામલતદાર તરીકે નિખિલ મહેતાની નિયુક્તિ કરવામાં આવેલી છે. સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારી સન્માન કરવામાં આવેલ. આ સન્માનમાં ટ્રસ્ટ સેવાભાવી જયેશભાઈ ત્રિવેદી જગદીશભાઈ પૈડા, જયેશભાઈ ભીંડી, જે.બી વસવેલીયા, કિર્તીભાઈ રાવલ, હિતેશભાઈ જોશી, જીગ્નેશભાઈ દવે વગેરે જોડાયેલ અને નવનિયુક્ત મામલતદાર સાથે સાંપ્રત સમયની શહેર અને તાલુકાની બાબતોની વાત થયેલ સાથે સાથે શહેર અને તાલુકાના વિકાસના કાર્યો ખૂબ સારી રીતે થાય તેવી શુભેચ્છા પાઠવેલ.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
