News of Thursday, 14th November 2024
‘પદ્મશ્રી' જોરાવરસિંહ જાદવના લોક-કલા સંગ્રહાલયનું રવિવારે ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
મ્યુઝિયમમાં હડપ્પન સંસ્કળતિ કાળના અને કચ્છના માટી કામના કલાત્મક વાસણો, સીસમની વિવિધ આકારની કલાત્મક કાશકીઓ, પ્રસિદ્ધ ચિત્રકારોના કલાત્મક ચિત્રો, મોગલ સમયથી લઈ ભારતમાં વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ, મોતી ભરત, શ્રીફળ લોટા, વિંજણા, કંકાવટીઓ, વિસરાઈ ગયેલી શોખટા બાજી, દરિયાઈ શંખો, ઘાટઘાટની પ્રાચીન પાઘડીઓ, તલવારો, વિવિધ આકારના તાળાઓ સહિત અનેક લોક સંસ્કળતિને જીવંત રાખતી વસ્તુઓનો બેનમૂન સંગ્રહ જોવા મળશેઃઅનેક સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો હાજર રહેશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૪: ‘પદ્મશ્રી' જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ અને પ્રાચીન સંસ્કળતિનું બે નમુન સંગ્રહાલય જોરાવરસિંહ જાદવના વતન આકરૂ ખાતે બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આગામી રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.
જેમણે ભારતીય સંસ્કળતિ ગીત સંગીત અને નળત્યને પોતાના જીવનના ૬૦ વર્ષો સમર્પિત કર્યા છે એવા જોરાવરસિંહ જાદવના માદરે વતન ધંધુકા તાલુકાના નાનકડા આકરૂ ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવનયાત્રા આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાત લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના પછી ગામડાની ધરતીની ધૂળમાં રમનારા હજારો લોકોને કાર્યક્રમના માધ્યમથી દેશ-વિદેશની યાત્રાઓ અને આર્થિક ઉપાર્જનો કરાવીને પદ્મશ્રી સુધી જોરાવરસિંહ જાદવ પહોંચ્યા અને હાલમાં તેઓ ભારત સરકારની સ્વાયત સંસ્થા સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે.
આટલી લાંબી સફર અને હોદ્દાની ગરિમાને ભૂલી પોતાના માદરે વતન આકરૂની માટીની મીઠી ફોરમને ભૂલ્યા નહીં અને મારી જન્મભૂમિ અને માદરે વતન માટે શું કરવું એવું સ્વપ્ન હંમેશા જોરાવરસિંહ જોતા હતા તેમણે વર્ષો સુધી મહેનત કરી ભાલ પ્રદેશના આકરૂ ગામને વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું અને વતનનું ઋણ ચૂકવ્યું.
આ મ્યુઝિયમ બનાવવામાં આર્કિટેક્ટ ડિઝાઇનર તરીકે સુરેન્દ્રભાઈ પટેલનો ઉષ્માભર્યો સહકાર મળ્યો મ્યુઝિયમના ઇન્ટિરિયરનું કામ જોરાવરસિંહના પુત્રવધુ અને ગુરુ ડિઝાઇન સ્ટુડિયોની સંચાલિકા જવનિકા જાદવ અને પુત્ર નરેન્દ્રસિંહએ કર્યું છે સતત ત્રણ વર્ષ દિવસ અને રાતની મહેનત બાદ અસલ લોકકલા અને લોક સંસ્કળતિને ઉજાગર કરતું અનોખા મ્યુઝિયમનું રવિવારે લોકાર્પણ થશે.
વિરાસત લોક કલા સંગ્રહાલયમાં ગ્રામ્ય સંસ્કળતિને ઉજાગર કરતી અને હડપ્પન સંસ્કળતિકાળ ને ઉજાગર કરતી અનેક બેનમૂન અને દુર્લભ ચીજ વસ્તુઓ આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે વિરાસત મ્યુઝિયમનું સંચાલન ગુજરાત લોક કલા ફાઉન્ડેશન સોંપવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ભીમનાથ વચ્ચે આવેલા તગડી સ્ટેશનથી ચાર કિલોમીટર દૂર આકરૂ ગામે આ મ્યુઝિયમનું લોકાર્પણ થશે વિરાસત મ્યુઝિયમ સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી મુલાકાતિઓ માટે ખુલ્લું રહેશે શાળા કોલેજો વગેરે સંસ્થાઓએ નરેન્દ્રસિંહ જાદવ મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત લોક કલા ફાઉન્ડેશન મોબાઈલ નંબર ૯૯૦૯૯૪૧૫૨૪ ઉપર સંપર્ક કરી લેવો. આગામી તા.૧૭ અને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ મ્યુઝિયમને ખુલ્લુ મુકવામાં આવશે.
આ પ્રસંગે માધવાનંદ આશ્રમના જગદિશાનંદ, શ્રીજી સ્વામી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ, વિવેક સાગર સ્વામી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર, બાપુ સ્વામી સ્વામિનારાયણ મંદિર સાળંગપુર, અલૌકિક સ્વામી સ્વામિનારાયણ મંદિર કુંડળ, હરીપ્રસાદ સ્વામી કમિયાળા,હરિકેશ સ્વામી ધોલેરા, ભઈલુબાપુ પાળીયાદ, બાપુસ્વામી ધંધુકા, ગુરુપ્રસાદ સ્વામી વલ્લભ વિદ્યાનગર, આસુતોષગીરી સ્વામી ભીમનાથ મહાદેવ સહિત અનેક સંતો મહંતો તેમજ રાજકીય મહાનુભાવોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પૂરેચાજી, મંત્રી રાઘવજીભાઈ પટેલ મૂળભાઈ બેરા, બળવંતસિંહજી રાજપુત, પુરુષોત્તમ રૂપાલા, શક્તિસિંહ ગોહિલ, દેવસિંહજી ચૌહાણ, ચંદુભાઈ સિહોરા, બાબુભાઈ દેસાઈ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કાનભા ગોહિલ, જશાભાઇ બારડ, લક્ષ્મણસિંહજી પરમાર, દિનુભાઈ સોલંકી, કુશળસિંહજી ભંડેરીયા, કાળુભાઈ ડાભી, બાબુસિંહ જાદવ,મહેશભાઈ કસવાલા, સી.જે.ચાવડા, અમિતભાઈ ઠાકર, અલ્પેશ ઠાકોર, ગયાસુદ્દીન શેખ,ઇમરાન ખેડાવાલા, બ્રિજેશભાઈ મેરજા,ગીરીશભાઈ કોટેચા સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એડિશનલ ડી.જી.પી. અભયસિંહ ચુડાસમા,જી.પી.સી.બી.ના ચેરમેન આર.બી.બારડ,ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત સાહિત્ય અકાદમીના ડો.જયેન્દ્રસિંહ જાદવ, પ્રવિણસિંહ મોરી, શિક્ષણવિદ મહેશભાઈ ગઢવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનો લાભ લેવા હેમકુવરબા જોરાવરસિંહ જાદવ, નરેન્દ્રસિંહ જાદવ, જવનિકાબેન જાદવ અને અંશુમાનસિંહ જાદવે યાદીમાં જણાવ્યું છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
