<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

બગસરામાં નાના ધંધાર્થીઓને રૂા.૨૦૦ની પાવતી લેવાના આગ્રહ સામે ઉગ્ર રોષ

બગસરા તા.૧૪: નગરપાલિકાની ચૂંટણી નજીક હોય ત્‍યારે ઘરે ઘરે રીક્ષા મોકલીને ભાઈસાબ બાપા કરી મત મેળવનાર લોકો નાના માણસોને હેરાન કરવાનું કયારે બંધ કરશે? તેઓ વેધક સવાલ રેકડી ધારકના પરિવારો દ્વારા ઉઠ્‍યા છે.

બગસરામાં વર્ષોથી ધંધો કરતા નાના નાના વેપારીઓને પોતાના રોજી રોટી આ શાકભાજી વેચીને કમાવાની હોય છે હાલ બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે ત્‍યારે લારીમાંથી શાકભાજી ઉઠાવીને કચરાના ટ્રેક્‍ટરમાં ઘા કરવા લાગ્‍યા હતા તેમને ખબર છે કે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી નો શું ભાવ છે? આ શાકભાજી ની શું કિંમત છે? આખી શાકભાજીની લારીમાં ભરેલ શાકભાજી વેચે ત્‍યારબાદ નફો નીકળે છે. અનેક વાવાઝોડા આવ્‍યા કોરોનાની મહામારી આવી બાકી કાઈ રહ્યું છે. તો આ નગરપાલિકા પૂરું કરી દેશે એટલે બગસરા સાવ ભાંગી પડશે તેમ લાગી રહ્યું છે.

ચીફ ઓફિસરને ચેમ્‍બર ઓફ કોમર્સના દ્વારા અનેકવાર રજૂઆત કરેલ કે આ નાના નાના રેકડી ધારકોને હેરાન કરવાનું બંધ કરો જો ૨૦૦ રૂપિયાની પાવતી આપો તો ટ્રાફિક નડતું નથી અને ૨૦૦ રૂપિયા નો આપો તો ટ્રાફિક નડે છે તેવી બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્‍યો છે. તાજેતરમાં નગરપાલિકામાં રેકડી ધારકો તથા ચેમ્‍બર ઓફ કોમર્સના સભ્‍યો ચીફ ઓફિસરને રજૂઆત કરવા નગરપાલિકાએ પહોંચ્‍યા હતા. પરંતુ પાછા ફર્યા હતા

(11:08 AM IST)