News of Thursday, 14th November 2024
રાજસ્થાનથી દ્વારકાની ૧૧૦૦ કિ.મી.ની યાત્રાઃ આળોટતા આળોટતા પહોંચવાનો સંકલ્પ

(મહેશભાઇ પંડયા દ્વારા) આમરણ તા. ૧૪: માનવી ઇશ્વર પ્રત્યેની હ્દયની અનેરી આસ્થા અને શ્રધ્ધાભાવથી સદા જોડાયેલો હોય છે. અમુક કષ્ટદાયક ધાર્મિક યાત્રા સૌ કોઇને અચંબિત કરી દેતી હોય છે.
છેક રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ગામેથી દંડવત પ્રણામ કરતાં કરતાં દ્વારકાના ભગવાન કાળિયાઠકોરના દર્શનાર્થે જઇ રહેલા ભગત સહીરામ પડિયાર આમરણ ખાતેથી પસાર થયા હતા તેઓએ જણાવ્યું હતું કે, મારી આ કષ્ટદાયી યાત્રાનો મુખ્ય ઉર્દેશ યુવાધાનને વ્યસન મુકિતનો સંદેશ અને ભારત દેશની પ્રગતિ અને શાંતિ માટેનો છે. મારી સાથે યાત્રામાં પરિવારના ચાર સભયો તેમજ સાથી મિત્રો સહિત ૧ર વ્યકિતઓ જોડાયેલા છીએ.
બિકાનેરથી દ્વારકાનગરી સુધીનો અંદાજે ૧૧૦૦ કિ.મી. યાત્રાનો પ્રારંભ ગત ૧૯ મી ફ્રેબુઆરીના રોજ લાલેરા ગામેથી કર્યો હતો. દરરોજ સરેરાસ ૩ થી ૪ કિ.મી.નું અંતર કાપી સેંકડો કિ.મી. પસાર કરી આમરણ ખાતે પહોચ્યા છીએ. અહીંથી દ્વારકા પહોચતા હજુ અઢી માસ છેટલો સમય વીતી જશે. અમારી સાથેના બે નાના વાહનોમાં રાશનપાણી અને જરી સામાનની વ્યવસ્થા પણ રાખેલી છે. દરરોજ વહેલી સવારથી પ્રબર તાપ સુધી અને સાંજના સમયે યાત્રા કરીએ છીએ.
વધુમાં લાંબી યાત્રાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, માર્ગમાં અનેક ગામોએ શ્રધ્ધાળુ ભકતો તરફથી અમારી ભોજનપ્રસાદ અને વિરામની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે પરંતુ કોઇક જગ્યાએ અંધશ્રધ્ધાળુઓએ અમોને ચમત્કારી મહાત્મા તરીકે ખપાવી અફવા ફેલાવી દેતા ભીડનો સામનો પણ કરવો પડયો હતો જે અમારા માટે દુઃખદ બાબત બની હતી ચોમાસામાં દિવસો સુધી વિરામ પણ લેવો પડયો હતો દ્વારકાનગરીના છેલ્લા પ૧ કિ.મી. સુધી આળોટતા આળોટતા દ્વારકાધીશના ચરણોમાં આકરો સંકલ્પ લીધો હોવાનું અંતમાં જણાવ્યું હતું
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
