<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દિવસે ઉનાળો, રાત્રે શિયાળો

મિશ્ર ઋતુ વર્તાતા બિમારીની સીઝન

(મહમદ રાઠોડ દ્વારા) તા. ૧૪:  ઋતુ  વહેલી સવારે જે આંશિક ઠંડી નો માહોલ દિવાળી- નવા વર્ષે હોવો જોઇએ તે પખવાડીયા બાદ છેક હવે શરૂ થયો છે. અર્થાત શિયાળાનું આગમન પખવાડિયાનું મોડું શરૂ થયુ છે. આજે ૧૪ મી તારીખ છે. જયારે માર્ચ મહિના ની ૧૪ મી એ હોળી- ધૂળેટીનું પર્વ આવશે અર્થાત પુરા ચાર માસ ના શિયાળુ  સિઝનેબલ કેલેન્‍ડર મુજબ હોળી ને શિયાળાની વિદાય થવાને બદલે કદાચ આ વેળા પંદર દિવસ મોડે સુધી શિયાળાનું અસ્‍તિત્‍વ લંબાઇ શકે ખરૂ. હોળી ધૂળેટી ટાણે દિવસેય થોડી ઠંડી ની અસર જોવા મળી શકે ખરી.

હાલ દિવસે ઉનાળો અને રાત્રે શિયાળાની મિકસ અનુભૂતિ થવા માંડી છે. ત્‍યારે મિશ્ર ઋતુ અને બિમારીની આ સીઝનમાં તાવ શરદી જેવી બિમારીઓ ફૂલી ફલેલી જોવા મળી રહી છે. આરોગ્‍ય માટે હાલના થોડા મિશ્ર હવામાન ના દિવસોમાં સંભાળ રાખવા જેવા જેવી સ્‍થિતિ છે. આ પૂર્વ એવું કહેવાયું હતું કે અલનીનોની અસરે શિયાળો ભારે કાંતિલ હશે. હાલ તો માત્ર ગુલાબી ઠંડી નો જ માહોલ છે. તેનો રંગ ગુલાબી માંથી કાતિલ રૌદ્‌ કયારે બનશે? તે જોવું  રહ્યું હાલ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ નો સિલસિલો શરૂ થયો છે. ઉતર ના પવનો ને કારણે કાશ્‍મિરમાં પડેલી બરફ વર્ષા નો અનુભવ ઠંડી સ્‍વરૂપે છે. ગુજરાત સુધી આવનાર દિવસોમાં જોવા મળી શકે છે.

(2:21 PM IST)