News of Thursday, 14th November 2024
ભેસાણનાં કરીયા ગામે સળીયો અને ત્રિકમ વડે મકાનના તાળા તોડી ૮૦,૦૦૦ની ચોરી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ : ભેસાણ તાલુકાના કરીયા ગામે રહેતા સુરેશભાઈ બેચરભાઈ મકવાણાના ઘરની પાછળ કરીયાની ધાર બાજુની દિવાલેથી ટપી ઘરમાં તા. ૧૨ નવેમ્બરના રોજ બપોરના અરસામાં તસ્કરે પ્રવેશ કર્યો હતો.
બાદમાં સી.સી.ટી.વી. સામે જોઇ પાછળ ફરી મોઢે રૂમાલ બાંધી ઘરના મેઇન ડેલાને અંદરથી બંધ કરી ડેલા પાસે પડેલ લોખંડનો સળીયો તથા ગોડાઉનમાંથી ત્રીકમનો ઉપયોગ કરી ઘરની અંદર પ્રવેશ કરવા માટેની ઓશરીનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યો હતો.
આ ઓછી તસ્કરે ઘરની અંદર આવેલ રૂમના દરવાજે લગાડેલ તાળુ ન તુટતા આગરીયાના મીજાગરાની કડી તોડી અંદર પ્રવેશ કરી રૂમની અંદર ઘઉ રાખવાની પડેલ પતરાની મોટી પેટીનુ તાળુ તોડી પેટીમાંથી રૂપીયા ૮૦,૦૦૦ની રોકડ રકમ ચોરીને નાસી ગયો હતો.
આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા ભેસાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
