News of Thursday, 14th November 2024
અમરેલીના દુધાળામાં નરેન્દ્રભાઇએ લોકાર્પણ કરેલ ભારતમાતા સરોવરની ૬૦ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી
‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયાની આગેવાનીમાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪: દુધાળા નજીક ગાગડીએ નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા દ્વારા ભારતમાતા સરોવર નિર્માણ કરવામાં આવેલ છે. તેની દિવાળી વેકેશન દરમ્યાન ૬૦ હજાર પર્યટકોએ મુલાકાત લઇ આનંદ માણ્યો.
ગત તા.૨૮મી ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલ. ભારતમાતા સરોવર સમગ્ર જીલ્લામાં પર્યટક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. સાથે-સાથે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમૃતવન, બર્ડ પાર્ક, ફુવારા સહિતના પ્રવાસન સ્થળનું નિર્માણ કરવામાં આવેલ છે. અહિં એન્ટ્રીપાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમાંથી પ્રાપ્ત થતી રકમ નંદી ગોૈશાળા અને પક્ષીઘરોમાં દાનપેટે આપી દેવામાં આવેલ છે. અહીં સ્થાનિક ભુંગળા-બટેટા, પાણી-પુરી, ચણા પરોઠા, સહિતના નાસ્તાના વેપારીઓની આવકમાં વધારો થવા પામેલ છે.
ધોળકીયા ફાઉન્ડેશનના કનકભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા પર્યટકો પ્રવાસન સ્થળ અને થયેલ જળ સંચય કામગીરીથી માહિતીગાર કરવામાં આવી રહયા હોવાનું મનોજ જોષીએ જણાવેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
