News of Thursday, 14th November 2024
કલ્પસર યોજના અંગે પુનઃ સર્વેક્ષણ શરૂ : બાવકુભાઇ ઉંઘાડની સફળ રજૂઆત

વડિયા, તા. ૧૩ : બાબરા, વડિયા, કુંકાવાવના પૂર્વ ધારાસભ્ય અને રાજયના પૂર્વમંત્રી બાવકુભાઇ ઉઘાડે ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક વિસ્તાર તથા બોટાદ તાલુકો નર્મદા આધારીત સિંચાઈ યોજનામાં સમાવેશ થયેલ છે. પરંતુ અમરેલી,ભાવનગર,જુનાગઢ, ગીરસોમનાથ, ૧ દેવભુમી દ્વારકા, જામનગર, રાજકોટ તથા સુરેન્દ્રનગર અને બોટાદના માકી રહેતો વિસ્તાર આ વિસ્તાર- ખેડુતો સિંચાઈનું પાણી બોર અને કુવા આધારીત ખેતી કરી શકે છે. બાકીના વિસ્તારોમાં નાના, મધ્યમ અને - મોટા ડેમો છે. તેમાંથી ખુબ જુજ ખેડુતોને સિંચાઈનું પાણી મળે છે. અને તેમા પણ દુષ્કાળ કે ઓછો વરસાદ હોય ત્યારે કુવા, બોર અને ડેમ આધારીત પિયત થઈ શકતુ નથી અથવા ઓછું થાય છે. રાજકોટ મોટા ભાગના ઉદ્યોગોનું સેન્ટર છે. જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જૂજ પ્રકારના ઉદ્યોગો છે. સૌરાષ્ટ્ર માંથી ખુબ મોટા પ્રમાણમાં ગામડા માંથી સ્થળાંતર થઈ રહયું છે. અમદાવાદ, મુંબઈ, સુરત, બેંગલોર, હૈદરાબાદ, તથા કેનેડા અને અમેરીકામાં પણ શિક્ષિત લોકો જઈ રહયા છે. ખેડુતો, કારીગરો અને મજુરોનું રોજી-રોટી માટે ખુબ મોટા પ્રમાણમાં સ્થાળાંતર થઈ રહયું છે. જેમા ખાસ કરીને અમરેલી જીલ્લો ફકત ખેતી આધારીત જીલ્લો છે. મળી વસ્તુઓ કંપનીઓની તૈયાર મળતી હોય કારીગર વર્ગ પણ જીલ્લા માંથી સ્થાળાંતર થઈ રહયો છે. લુહાર,- મીષાી,દરજી, પ્રજાપતિ, વાણંદ જેવા કારીગર વર્ગપણ સ્થાળાંતરીત થઈ રહયા છે. સૌરાષ્ટ્રને બચાવવા માટે એક જ રસ્તો છે. જે કલ્પસર યોજના છે. તે બનાવવી જરૂરી છે.
ખેડૂતો બોર, કુવા આધારીત ખેતી કરતા હોય પાણીના ભુગર્ભતળ એકસાથે પાણી ઉલેચવાના કારણે પાણી ટકી શકતા ન હોય, ભુગર્ભજળ ઝડપથી ખાલી ફઈ જાય છે. અનાજ, કઠોળ, તેલીબીયા, કળ, શાકભાજી ફક્ત ખેતરમાં જ થઈ શકે છે. તેમાં પાણી મુખ્ય જરૂરીયાત હોય અને માણસ, પશુ-પક્ષી માટે પાણી અને જમીન પહેલી જરૂરીયાત હોય છે. કોઈપણ ખાદ્યચીજ- ફેક્ટરીમાં બનતી નથી. ૧૪૫ કરોડની વસ્તી ભવિષ્યમાં આવનારા પડકારો માટે પણ કલ્પસર જરૂરી છે. એક સર્વે પ્રમાણે પ્રદુષણના હી ૧૫ ખેત ઉત્પાદન પણ ઓછું આવીશકે છે. કઠોળ-તેલ સિવાયની અનેક ખાદ્ય વસ્તુ આપણે આવાત કરવી પડે છે. ત્યારે - બીજીકોઈ યોજનામાં કાપમુકી કલ્પસર યોજના હયાત અને આવનારી પેઢી માટે ખુબ જરૂરી છે. ખેતરે ખેતરી પાણી અને દરેક હાથને કામ આપવું હોય તો કલ્પસર એકમાત્ર વિકલ્પ છે. કોરોના સમયમાં ફકત ખેતી અને પશુપાલન બે જ ઉદ્યોગો ચાલુ હતા. અને લોકો ની સારવાર માટે હોરપીટલો ચાલુ હતી. તો ખેતી સાથે જોડાયેલા ગામડા અને ગામડામાં રહેતા તમામ વર્ગો વેપારીઓ, ઉદ્યોગોને ラ સમુધ્ધ કરવા કલ્પસરનું પાણી એકમાત્ર વિકલ્પ છે. તો આપના ધ્વારા કેબીનેટમાં આ નિર્ણય લેવાય તે બાબતે યોગ્ય કરવા ભલામણ કરી હતી.
રાજ્યના પૂર્વ મંત્રી અને બાબરા,વડિયા,કુકાવાવના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડને પત્ર પાઠવીને મુખ્ય ઇજનેર(ક-૧) અને અધિક સચિવ કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા જણાવ્યું છે કે કલ્પસર યોજના અંગે રજૂઆત કરેલ છે. કલ્પસર વિભાગ આ યોજનાને વહેલી તકે સાકાર કરવાના સધન પ્રયત્નો કરી રહ્યું છે. કલ્પસર યોજનાના વિગતવાર પ્રોજેકટ અહેવાલ તૈયાર કરવાની કામગીરી વિભાગ દ્વારા ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળની સંસ્થા નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR), ચેન્નઈને સોંપવામાં આવેલ જે ઓગસ્ટ-૨૦૨૪ અંતિત વિભાગને મળેલ છે. એક્ષપર્ટ એડવાઇઝરી ગ્રુપની તા. ૦૮-૧૦-૨૦૨૪ની બેઠકમાં વિગતવાર પ્રોજેકટ અહેવાલ પર ચર્ચા થયેલ છે.
હવે, જરૂરી અવલોકનો પરત્વે સુધારા સહ એક્ષપર્ટ એડવાઇઝરી ગ્રુપ (ઇ.એ.જી)ની ભલામણો સહ રાજ્ય સરકારમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવશે યોજના સંબધિત કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારની જરૂરી મંજૂરીઓ મળ્યેથી વહેલી તકે યોજનાની કામગીરી શરુ કરવાનું આયોજન છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
