News of Thursday, 14th November 2024
જૂનાગઢમાં યુવક પર ૪ શખ્સનો છરી, પાઇપ વડે હુમલો, સારવારમાં ખસેડાયો
ઝેરી દવા પી લેતા ચુડા ગામના યુવકનું સારવારમાં મોત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ : જોષીપરા વિસ્તારમાં આવેલ સાબરીન સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષીય સોહીલ યુસુફભાઈ મલેક નામનો યુવક મંગળવારે બપોરે ઝાલોરાપા ડાંગરા ચોકમાં બેઠો હતો.
ત્યારે રઘુવીર સોસાયટી નો સાદિલ ઉર્ફે ભદુ, સન્વેજ સમીર અને ૨ અજાણ્યા શખ્સે આવી પૈસા આપવા મુદ્દે માથાકૂટ કરી ૨ શખ્સે યુવકને પકડી રાખી સાદિલે છરી અને સન્વેજએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઝેરી દવા પીતા યુવકનું મોત
ભેસાણ તાલુકાના ચુડા ગામે રહેતા ૩૦ વર્ષીય મનીષકુમાર ઉર્ફે વિપુલભાઈ ધનજીભાઈ પરમાર તા. ૬ નવેમ્બરના રોજ રાત્રે ઝેરી દવા પી લેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૧૨ નવેમ્બરના રોજ મળત્યુ નિપજ્યું હતું. યુવકનાં આપઘાત પાછળનું કારણ બહાર નહિ આવતા પોલીસે મરનારનાં ભાઈનું નિવેદન લઈ ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
