<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

પોરબંદરમાં ડો.મનસુખભાઇ માંડવીયાને જીઆઇડીસીના પ્રશ્‍નો ઉકેલવા રૂબરૂ રજુઆત

રામદેવભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ રજુઆત સમયે અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખરીયા હાજર રહયા જીઆઇડીસીમાં લાંબા સમયથી પાણી, સફાઇ સ્‍ટ્રીટલાઇટ, આરોગ્‍યસેવા, બેન્‍ક-એટીએમ સુવિધા નથીઃ અગાઉ અનેક રજુઆત છતાં દાદ મળતી નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા અને અન્‍ય ભાજપ અગ્રણીઓને તથા નવા બનેલા ધરમપુર જીઆઇડીસી એશોશીયન ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાની આગેવાની તથા જીઆઇડીસી ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટ ધારકો દ્વારા ડો.મનસુખભાઈ માંડવીયાને જીલ્લા ભાજપ કાર્યાલય પર જીઆઇડીસીને લગતા પ્રશ્નો રજૂ કરેલા.

હાલ જીઆઇડીસી મંદીની પથારીએ હોય અને નાના મોટા પ્રશ્નોનું નીરાકરણ લાવવા આવેદન પત્ર પાઠવેલ હતું. મુદ્દા અંર્તગત આરોગ્‍ય સેવા, પાણીની સમસ્‍યા, સફાઈની સુવિધાનો અભાવ, સ્‍ટ્રીટ લાઈટની સમસ્‍યા, સર્વિસ ચાર્જમાં અધધ વધારો, નવી બનેલ ગટરની કાર્યશૈલી પર મોનેટરીંગનો અભાવ, પીજીવીસીએલમાં સ્‍ટાફનો અભાવ, બેંક તથા એટીએમની અસુવિધા વગેરે ઘણા મુદ્દાઓની વિસ્‍તળત ચર્ચા કરેલ હતી.

પોરબંદર તાલુકો ઔધોગિક રીતે પછાત છે. તેથી પોરબંદર જી.આઈ.ડી.સી માં નવા ઉદ્યોગો માટે પ્રોત્‍સાહક યોજના સરકાર તરફથી જાહેર કરવામાં આવે તો ધરમપુર જી.આઈ.ડી.સીમાં ઔધોગિક વિકાસને વેગ મળશે.

રજુઆત બાદ ડો. મનસુખભાઈ માંડવીયાએ ઉદ્યોગકારોને તેઓની સમસ્‍યાનું નીરાકરણ લાવવા અને પોરબંદર ઔધોગીક વિસ્‍તારને વેગવંતુ બનાવવાના સંપૂર્ણ પ્રયાસ કરશે તેવુ પ્રોત્‍સાહન અને આશ્વાસન આપેલ છે

(2:07 PM IST)