<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

સંગીતના શિક્ષકોની ભરતી કરવા માંગ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા ૧૪: સરકારે જાહેર કરેલ સરકારી માધ્‍યમિક/ અનુ. માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંતર્ગત સાક્ષરી વિષયો સાથે સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે દીપ્તિ રાકેશ પરમાર અને તુષાર પૈજા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્‍યું છે..

આવેદનમાં જણાવ્‍યું છે કે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ  પ્રસિદ્ધ કરેલ ૭૫૦૦ સરકારી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે જે નિર્ણય આવકાર્ય છે સાક્ષરી વિષયો સાથે ચિત્ર, કોમ્‍પ્‍યુટર, સંગીત અને વ્‍યાયામના વિષયોનો સમાવેશ કરવામાં આવશે વર્તમાન પાત્ર તા. ૧૦-૧૦-૨૪ એ ભરતીની જગ્‍યાઓમાં સરકારી માધ્‍યમિક તેમજ અનુદાનિત માધ્‍યમિક શાળાઓમાં કુલ મળીને ૩૫૦૦ જગ્‍યાની જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ આજ દિવસ સુધી સંગીત વિષયની એકપણ જગ્‍યા આપેલ નથી જેથી સંગીત વિષયને દાખલ કરી સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે જો આવનાર સમયમાં સંગીત વિશેના વિષય શિક્ષકોની ભરતી નહિ થાય તો બધા જ સરકારી કાર્યક્રમોનો બહિષ્‍કાર કરવા મજબુર બનશે તેમ પણ જણાવ્‍યું છે

(2:09 PM IST)