News of Thursday, 14th November 2024
મોરબીના સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપનો લાભ લેતા ૮૦ બાળકો
ધો. ૬ થી ૮ ના બાળકોને ચિત્ર, ચેસ, કાવ્ય અને વાર્તા લેખન માટે ઙ્કશિક્ષિત કરવા જિલ્લા પંચાયતનું આયોજન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧૪: મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નૂતન પહેલ કરવામાં આવી છે. જ્યાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા સરકારી ઙ્કાથમિક શાળાના બાળકો માટે ચિત્ર, વાર્તા અને કાવ્યલેખન તથા ચેસ માટે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપ અંતર્ગત ૨૬ બાળકો ચેસ, ૩૭ બાળકો ચિત્ર તથા ૨૫ બાળકો કાવ્ય અને વાર્તા લેખન અંગે જરૂરી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જિલ્લાના કુલ ૮૦ થી વધુ બાળકો આ વર્કશોપનો લાભ લઈ રહ્યા છે. આ બાળકોને નિષ્ણાતો દ્વારા ચિત્ર અંગે ભૌમિતિક અલંકળત મોડર્ન અમુર્ત આકાર પેન્સિલ મંડલા સહિત વિવિધ ચિત્રો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે કાવ્ય અને વાર્તા લેખન ચેસ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને એપ્ટીટયુડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા ખુબ જ સુંદર રીતે આ વર્કશોપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
