<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ટંકારા પાસે ટયુશનમાં પુત્રને મુકવા જતા મહિલાને બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા,તા.૧૪ : ટંકારા લતીપર હાઇવે ઉપર ૨૦ દિવસ પૂર્વે પુત્રને ટયુશનમાં મુકવા જતા વિ-મહિલાને બાઈક ચાલકે પાછળથી હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ.

 બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નજીક રહેતા પ્રીતિબેન મયંકભાઈ ત્રિવેદી ગત તા.૨૪ ઓક્‍ટોબરના રોજ પોતાના પુત્રને ટયુશનમાં મુકવા જતા હતા ત્‍યારે જબલપુર ગામના પાટિયાથી ટંકારા તરફ આવતી વેળાએ જીજે - ૦૩ - એચબી- ૨૪૯૯ નંબરના બાઈક ચાલકે પાછળથી ઠોકર મારતા રોડ ઉપર પડી જતા  પ્રીતિબેનને હાથ તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચતા ઓપરેશન આવ્‍યું હતું અને ગંભીર ઈજા પહોંચી હોય બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

(3:17 PM IST)