<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પોરબંદર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીમાં ૬ ગણો ઘટાડો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પઃ જિલ્લામાં રવિપાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીમાં ૬ ગણો ઘટાડો નોંધાયો છે. રવિપાકમાં ગત વર્ષ ર૦ર૩ નવેમ્‍બર સુધીમાં ૧૮૪૪૮ હેકટરમાં વાવેતર નોંધાયું હતું ચાલુ વર્ષે ર૦ર૪ નવેમ્‍બર સુધીમાં ૩ર૪પ હેકટરમાં વાવેતર થયું છે.

જિલ્લામાં ચણાનું ર૧૦પ હેકટર વાવેતર તથા જુવારનું ૯૯૦ હેકટરમાં વાવેતર થયું છે. ઉપરાંત ધાણા જીરૂ તથા શાકભાજી નું પુસ્‍કળ વાવેતર થયું છે પરંતુ જે ગત વર્ષની સરખામણીમાં ઓછુ છે.

ચાલુ વર્ષે ખરીફ પાકમાં મગફળી નું રેકર્ડ બ્રેક ઉત્‍પાદન લઇ શકાયું છે બરડા પંથક રામવાવ અને કુતિયાણા મગફળી પાક માટેનું ઘર કહેવાય છે.

(10:29 AM IST)