<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પોરબંદરની મહિલા સરકારી હોસ્‍પિટલમાં ૧ માસમાં રેકર્ડબ્રેક ૩૦૭ સફળ ડીલીવરી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ રૂપાળીબા મહિલા સરકારી હોસ્‍પિટલમાં એક મહિનામાં ૩૦૭ સગર્ભાની સફળ ડીલીવરી કરવામાં આવી છે જે એક રેકર્ડ છે.

મહિલા સરકારી હોસ્‍પિટલમાં એક મહિનામાં સૌથી વધુ રેકર્ડ બ્રેક ૩૦૭ સગર્ભાઓની સફળ ડીલીવરી કરવામાં આવી હતી. જેમાં ર૦૪ નોમર્લ ડીલીવરી, તથા ૧૦ર સીઝરીયન તથા એક કેસને અન્‍ય હોસ્‍પિટલમાં રીફર કરેલ છે ૩૦૭ સફળ ડીલીવરી કરેલ માતા અને જન્‍મ થયેલ બાળકો સ્‍વસ્‍થ છે.

(10:31 AM IST)