<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ભાજપ દ્વારા ૧૬ મીએ મોરબી- માળીયા વિધાનસભા વિસ્‍તારનો નૂતનવર્ષ સ્‍નેહમીલન કાર્યક્રમ

સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા , સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, ઉપાધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપા જયંતીભાઇ કવાડીયા અને ભરતભાઇ બોધરા સહિતના ઉપસ્‍થિત રહેશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૫:ભારતીય જનતા પાર્ટી દ્વારા ૬૫ મોરબી માળીયા વિધાનસભા વિસ્‍તારના નૂતન વર્ષ તોહમીલનનું તારીખ ૧૬-૧૧-૨૦૨૪ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે ઉમા ટાઉનશીપ, સર્કિટ હાઉસ સામે મોરબી - ૨ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપા જયંતીભાઈ કવાડીયા અને ભરતભાઈ બોઘરા ઉપસ્‍થિતિમાં દીપ ્‌પ્રાગટય કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતપ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી, સંસદસભ્‍ય કેસરીદેવસિંહ ઝાલા, મોરબી પ્રમુખ રણછોડભાઈ દલવાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, સંસદસભ્‍ય ચંદુભાઈ શિહોરા, મોરબી મહામંત્રી કે.એસ.અમળતિયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, સંસદસભ્‍ય પૂનમબેન માડમ, મોરબી મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, સા. ન્‍યાય સમિતિના ચેરમેન કમળાબેન ચાવડા, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, કળભકો ડાયરેક્‍ટર મગનભાઈ વડાવીયા, મોરબી મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઝાલા તેમજ્‌પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્‍યા ઉપસ્‍થિત રહેશે. આ સમારોહમાં ભોજન વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

(10:40 AM IST)