<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

લાખાબાવળ ખાતે રૂ.૧.૮૨ કરોડથી વધુના ખર્ચે નિર્મીત થનાર સી.સી.રોડના કામનું ખાતમુહૂર્ત કરતા રાઘવજીભાઈ

 

જામનગર તા.૧પઃ  જામનગર વિસ્‍તાર વિકાસ સત્તામંડળ હેઠળ આવતા લાખાબાવળ ગામે કળષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. ૧,૮૨,૭૯,૦૦૦/- ના ખર્ચે નિર્મીત થનાર સી.સી.રોડના કામનો ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.જે કામ પૂર્ણ થયે જામનગર-ખંભાળીયા સ્‍ટેટ હાઈ-વેથી લાખાબાવળ, ચાંપા બેરાજા, મસીતીયા તથા લાખાબાવળ ગામના પાટીયાથી લાખાબાવળ ગામને જોડતો આંતરિક રસ્‍તો તથા સરકારી દવાખાનાથી લાખાબાવળ ગામને જોડતા આંતરિક રસ્‍તા તથા કોઝ-વેની સુવિધાનો સ્‍થાનિક નાગરીકોને લાભ મળશે.

ઉલ્લેખનિય છે કે જામનગર વિસ્‍તાર વિકાસ સતામંડળ હેઠળ આવતા લાખાબાવળ-ચાંપા બેરાજા-મસીતીયા રોડથી લાખાબાવળ જવા માટે કાચો માર્ગ આવેલ હતો.તેમજ આસપાસનો વિસ્‍તાર ખેતરાઉ જમીન વાળો હોય ચોમાસાનાં સમયમાં ગામ સુધી પહોંચવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો.જે બાબત ધ્‍યાને લઈ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતથી જાડા દ્વારા આ કામને મંજૂરી આપવામા આવેલ છે.આ વિકાસ કામ થકી લાખાબાવળ ગામ તથા આજુ-બાજુની વિકસીત સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓ માટે આ રસ્‍તો ખૂબ જ ઉપયોગી બનશે.આ રસ્‍તાનું મજબુતીકરણ કરવા માટે તેમજ કોઝ-વે સ્‍લેબ ડ્રેઈન, પાઈપ ડ્રેઈન, માઈનોર બ્રીજ તથા અંદાજિત ૧૯૦૦ મીટર તથા પહોળાઈ ૪/૫ મીટરના સંલગ્ન સી.સી.રોડના કામ માટે જામનગર વિસ્‍તાર વિકાસ સતામંડળ દ્વારા રૂા. ૧,૮૨,૭૯,૦૦૦/- મંજુર કરવામા આવેલ છે. તેમજ આ રસ્‍તા પર આવેલ હયાત પાઈપના નાળા તેમજ બોકસ કલ્‍વર્ટને પહોળા કરવા, જરૂરી જગ્‍યાએ નવા પાઈપના નાળાનાં બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.આ સમગ્ર રસ્‍તાનાં મજબુતીકરણથી લાખાબાવળ ગામ તથા આસપાસની સોસાયટીઓના અંદાજિત ૪૩૭૩ થી વધુ લોકોની સુખાકારીમાં અભિવળદ્ધિ થશે તેમજ જામનગર શહેર ખાતે અવર-જવરમાં પણ ખુબ સરળતા રહેશે.

 આ પ્રસંગે મ્‍યુનિસિપલ કમિશનર  ડી.એન.મોદી, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન  મુકુંદભાઈ સભાયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તથા જાડાના ઈ. મુખ્‍ય કારોબારી અધિકારી  ડી.એ.ઝાલા, આગેવાન   કુમારપાલસિંહ રાણા, અજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, નુરમામદભાઈ, જયદિપસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, દિનેશભાઈ કંટારીયા, પ્રદિપસિંહ જાડેજા, લીંબાભાઈ ગમારા, સુરેશભાઈ સહિત બહોળી સંખ્‍યામાં લાખાબાવળ, ચાંપા બેરાજા તથા મસીતીયા ગામના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:41 AM IST)