<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

ઉનાના ગાંગડા ગામની હોટલમાં ચાલતા જુગાર ઉપર પોલીસ ત્રાટકી : ર.ર૮ લાખની રોકડ સાથે ર૦ ઝડપાયા

દરોડા સ્‍થળેથી ર કાર, ર૪ મોબાઇલ સહિત કુલ ૧૩.પ૬ લાખનો મુદામાલ જપ્‍તઃ દરોડા સ્‍થળેથી એક શખ્‍સ નાસી ગયો છે

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧પઃ   તાલુકાના ગાંગડા ગામે હોટલ ભગીરથમાં જુગાર ચાલતો હોવાની બાતમી ઉપરથી એલ.સી.બી. ટીમ ત્રાટકીને આ હોટલમાં જુગાર રમતા ર૦ શખ્‍સોને રૂા.ર,ર૮,પ૦૦ની રોકડ સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

એલસીબીના ઇ.ચા. પો.ઇન્‍સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ તથા ટીમના પેટ્રોલીંગ દરમ્‍યાન પો.કોન્‍સ. રાહુલભાઇ છેલાણા તથા પો.હેડ કોન્‍સ. ગોવિંદભાઇ વાળા તથા પો.કોન્‍સ. વિજયભાઇ ચૌહાણને મળેલ જુગાર અંગે બાતમી આધારે ગાંગડા ગામે હોટલ ભગીરથના રૂમ નં. ૧૦પ માં રેઇડ કરીને જુગાર રમતા ર૦ શખ્‍સોને રૂા. ર,ર૮,પ૦૦ રોકડ તથા ર કાર, ર૪ મોબાઇલ સહિત રૂા.૧૩,પ૬,૬૦૦નો કુલ મુદામાલ સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

ગાંગડા ગામની હોટલમાં જુગાર રમતા યાકુબભાઇ અબ્‍દુલકરીમ સસ્‍તાન મન્‍સુરી, હારૂન અબ્‍બાસભાઇ મન્‍સુરી (ઉ.વ.૩૬) રહે. વરસીંગપુર પ્‍લોટ, રહે. હાલ સુરત આંબોલી સપના નગર કામરેજ સુરત, સોયેબભાઇ અલ્લારખાભાઇ મન્‍સુરી, જુબેરભાઇ દાદુભાઇ મન્‍સુરી, ઇકબાલભાઇ બહાઉદીનભાઇ, અકરમભાઇ ઇકબાલભાઇ, નિરવભાઇ રાજુભાઇ લાલાણી, જુનેદભાઇ સતારભાઇ સરવૈયા, મહમદ દાનીશ અબ્‍દુલ,  શાહીદભાઇ કરીમભાઇ, નદીમભાઇ રજાકભાઇ સરવૈયા તથા ઇરફાનભાઇ ઇકબાલ, સોહીલભાઇ કાદરભાઇ, રહીમભાઇ સતારભાઇ, રીજવાનભાઇ રજાકભાઇ, ઇકબાલભાઇ જુસબભાઇ, બસીરભાઇ ફકીરમહમદ, અસરફભાઇ રજાકભાઇ, ઇમરાનખાન અકબરભાઇ, સોહીલભાઇ હારૂનભાઇને પકડી લીધા હતા. દરોડા દરમ્‍યાન મહમદ રફીક મન્‍સુરી રહે. સુરતવાળો નાસી ગયેલ છે. આ જુગાર દરોડાની કામગીરી એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્‍સ. એ.બી.જાડેજા, પો. સબ ઇન્‍સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્‍સ. રાજુભાઇ ગઢીયા, પો.કોન્‍સ. રાહુલભાઇ છેલાણા તથા વિજયભાઇ ચૌહાણ, પેરોલ ફર્લો સ્‍કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી, ડ્રા. પો.હેડ કોન્‍સ. રાજુભાઇ પરમારે કરી હતી.

(11:17 AM IST)