તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ધૂળનું તગારૂ લેવા જઇ રહેલી પરપ્રાંતિય સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઇ જતા ગળે ટૂંપો આવવાથી મૃત્યુ
ધ્રોલ તાલુકાના ભૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧પ : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે. પોલીસ વિગતો અનુસાર ધૂળનું તગારું લેવા જઈ રહેલી ૧૫ વર્ષની પર પ્રાંતીય સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં આવી જતાં ગળા ટુંપો લાગવાથી બનાવના સ્થળેજ કરુણ મળત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત ભરતભાઈ બાવજીભાઈ તરપદા ની વાડીમાં મજૂરી કામ કરતા બાનુભાઈ વસુનિયા ની ૧૫ વર્ષની પુત્રી અનિતા, કે જે ઘૂળનું તગારું લેવા જઈ રહી હતી, તે દરમિયાન અકસ્માતે તેની ચૂંદડી થ્રેસર મશીનમાં આવી ગઈ હતી, અને પુલીમાં વીંટાઈ જવાથી તેણીને ગળે ટૂંપો આવી ગયો હતો. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવ બાદ ૧૦૮ ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને તેઓએ અનિતાને તપાસીને મળત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવ અંગે મળતક ના મોટાભાઈ સતીષ વસુનીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મળતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
