તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
કુતિયાણાની ટીંબીનેશમાં તીનપતી જુગાર રમતા ૬ શખ્સો ૩૯ હજારની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પઃ કુતિયાણાની ટીંબીનેશનમાં જુગાર રમતા ૬ શખ્સોને ૩૯ હજારની રોકડ સાથે પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.
જુનાગઢ ઇન્ચાર્જ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી આર. કે. કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના કુતીયાણા પો.સ્ટે. પેટ્રોલીંગ દરમ્યાન એએસઆઇ બટુકભાઇ વિઝુડા તથા એચસી હીમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરા ને જુગાર અંગે બાતમી આધારે ટીંબીનેશમાં દરોડો પાડીને જુગાર રમતા કરશન ગોગનભાઇ શામળા તથા અરજન ગલાભાઇ રાડા ને ૩૯ હજારની રોકડ સાથે લીધા હતા.
જુગાર દરોડાની આ કામગીરી એલસીબી યુસી પીઆઇ શ્રી આર.કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ માળીયા તથા એચસી ઉપેન્દ્રસિંહ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસ તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રભાઇ પરમાર, દુલાભાઇ ઓડેદરા તથા ડ્રા. પીસી રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
