<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

‘‘તારો સાળો એ મારો સાળો...'' એમ કહેતા વાત વણસી અને સુરેન્‍દ્રનગરમાં ચંદન પરમારની હત્‍યા થઇ

રાજકોટમાં રહેતા યુવકને જન્‍મદિવસ ઉજવવા વઢવાણ બોલાવ્‍યો અને ધાબા ઉપરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧પ : સુરેન્‍દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ ઉપર કોમ્‍પ્‍લેક્‍સ માં જન્‍મદિવસની ઉજવણી કરવાના ઓઠા હેઠળ શાળા બનેવીએ કોઈ વાતમાં આગામી કારણોસર નાની તકરારમાં ચંદન પરમારની હત્‍યા કરી અને યુવાનની લાશ ને નીચે ફેંકી દેવાની ઘટના બની હતી.

મળતક યુવાનના ભાઈ મુકુંદ જગદીશભાઈ પરમારે જણાવ્‍યુ કે, હું કામસર તા. ૧૩મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્‍પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્‍દ્રનગર આવીને જોતા ચંદનનો મળતદેહ જોવા મળ્‍યો હતો. ધાબા પરથી પ્‍લાસ્‍ટીકના ગ્‍લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી. મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્‍ચે સામાન્‍ય મશ્‍કરીઓ ચાલતી હતી. ત્‍યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્‍યો હતો. અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે તારો સાળો એ મારો સાળો તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો. અને વિશાલ તથા ચંદન વચ્‍ચે થયેલ સામાન્‍ય બોલાચાલી ઉગ્ર બની હતી.

મળતક ચંદનના મળતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્‍યારબાદ જ લાશ સ્‍વીકારાશે તેમ કહીને ઈન્‍કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્‍પિટલ દોડી ગયા હતા અને મળતકને ન્‍યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્‍વીકારી અંતીમ સંસ્‍કાર કર્યા હતા.એક આરોપીને ઝડપી લેવાયો છે.

(11:43 AM IST)