તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પૂ.દયાળમુનિ સફેદ વત્રોમાં આચાર-વિચાર-જીવન શૈલીમાં ઋષિ સમાન હતાઃ બ્રિજેશ મેરજા

(જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ-પ્રવિણ વ્યાસ દ્વારા) ટંકારા-મોરબી તા.૧૫ :. ટંકારાની પવિત્ર માટીની મહેક એવા મહા માનવ પદ્મશ્રી દયાળ મુનિ દેવલોક પામ્યા ના સમાચાર જાણીને મેં ભારે મોટો ખાલીપો અનુભવ્યો છે... મુનિ શ્રી આયુર્વેદના નિષ્ણાત હતા તેમજ ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે સામવેદ અજુર્વેદ ઋગ્વેદ અને અર્થરવેદ નો અનુવાદ માતળભાષા ગુજરાતીમાં કરીને એક કીમતી ભેટ આપી ચૂકયા છે ભારત સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રી થી વિભૂષિત કર્યા હતા વધુમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મેં ઋષિમુનિ સદેહે જોયા નથી પરંતુ સફેદ વષામાં દયાળ મુનિ આચાર વિચાર અને જીવનશૈલીમાં ઋષિ જોવા મળ્યા,આ પરંપરાને આજીવન તેઓ વળગી રહ્યા . આવા મહા માનવને ધરતી ઉપરની ખોટ અવશ્ય ગુર્જર ગીરાને સાલશે. શ્રી દયાળ મુનિના નિધનવયે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા એ જણાવ્યું છે કે જીવતે જીવ તેઓ શ્રી સાથે અનેક વખત મળવાનો અને સંવાદ કરવાનો લાભ પોતાને મળ્યો છે તે જિંદગીનું એક યાદગાર સંભાણું બની રહેશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
