તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
હલેન્ડાની મયુરીને એમોનિયા અને આંખની ક્ષતિનો ઇલાજ કરતી આર.બી.એસ.કે ટીમ
જે કારણે મયુરીને સગા માતા-પિતાએ તરછોડીઃ પાલક માતા-પિતાના પરિવારમાં ખુશીનો માહોલ

(રશન બામટા દ્વારા) આટકોટ તા.૧૫: હલેન્ડા ગામના મજુરી કરતા એક પરિવારમાં ગત તા. ૧૬ જૂન, ૨૦૨૪ના મયુરીનો અધુરા મહીને જન્મ થયો. જેને લીધે તે એનીમિક હતી અને તેને આંખના પડદાની બીમારી હતી. આથી બાળકીને તેના માતા-પિતાએ તરછોડી દીધી. જેને રમેશભાઇ મિયાત્રાએ દત્તક લીધી. બાળકીને માતાનું ધાવણ પણ ન મળતા, તેનું વજન ખૂબ જ ટૂંકા સમયમાં વધુ પ્રમાણમાં ઘટવા લાગ્યું.આ કપરી પરિસ્થિતિમાં આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) ટીમ અને આરોગ્ય સ્ટાફ દ્વારા કાંગારું મધર કેર અને ફોર્મ્યુલા મિલ્કની સારવાર શરૂ કરાઇ. પરંતુ તેનાથી વજનમાં જોઇએ તેવો વધારો ન થયો. ઉપરાંત, બાળકીનો વજન ઘટવા લાગ્યું. ત્યાર બાદ તા. ૨૬ જુલાઈ, ૨૦૨૪ના આર.બી.એસ.કે. ટીમે નિદાન કરતા બાળકીના એનીમિયાની તેના પાલક માતા-પિતાને જાણ કરતાં તેઓ સારવારના ખર્ચની ચિંતા કરવા લાગ્યા.
મયુરીના પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. ત્યારે આર.બી.એસ.કે. ટીમે સમજાવ્યું કે શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તેમને ન્યુટ્રીશન રીહેબીલીટેશન કેન્દ્ર (એન.આર.સી.) પી.ડી.યુ. (પંડિત દીનદયાળ ઉપાધ્યાય) હોસ્પિટલ, રાજકોટ ખાતે રીફર કરવામાં આવી.આ બાળકીની તકલીફોની સારવાર એન.આર.સી. અને એસ.એન.સી.યુ.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. હાલ આ બાળકી સંપૂર્ણ તંદુરસ્ત છે. તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
