તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
જૂનાગઢ આશાદીપ ચેરી. ફાઉન્ડેશનને એવોર્ડ

જૂનાગઢ : અશદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષથી માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત છે. તેને રાષ્ટ્રીય સ્તરના મીડિયા ‘ફર્સ્ટ ઇન્ડિયન ન્યૂઝ' અને ટેલેન્ટ વેલ્યુ જેવી સંસ્થા દ્વારા શ્નભારતની સૌથી વિશ્વસનીય એનજીઓ ટુ વર્ક વિથઙ્ખ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દિલ્હી, ચેન્નાઈ, કલકત્તા અને મુંબઈના અને ભારતના આર્થિક વિકાસને પ્રભાવિત કરતા મહાનુભાવો હોટેલ રેડિસન બ્લુ, મુંબઈ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના લેબર કમિશનર અને પોલીસ કમિશનરની હાજરી પણ નોંધપાત્ર હતી. મેનેજિંગ ટ્રસ્ટી ડો. બકુલ બુચે એવોર્ડ સ્વીકાર્યો અને કહ્યું કે ફાઉન્ડેશનના કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તે ખુશીની વાત છે, પરંતુ એ પણ મહત્વનું છે કે કોર્પોરેટ ગળહો જાણતા હોય કે સમાજ એક વિશાળ, સમાજના નબળા વર્ગને મજબૂત અને આત્મનિર્ભર બનાવી શકાય છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
