તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ઇ-પ્રોફાઇલ ન થતા પાટણમાં સસ્તા અનાજની દુકાનો બંધઃ ગરીબ ગ્રાહકો રઝળ્યા
ગુજરાત રાજયના પુરવઠા વિભાગ સમક્ષ ગ્રાહકોના હિતમાં યોગ્ય કરવા માંગણી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ જીલ્લામાં કેટલાક સસ્તા અનાજની દુકાનના સંચાલકોની ઈપ્રોફાઈલ ન બનતા સરકારે આવી તમામ દુકાન લોગીંગ આઈ.ડી. બંધ કરી દેતા કોમ્પ્યુટરો બંધ પણ ગ્રાહકો માં હોબાળો મચી જવા પામ્યો છે. સરકારના આવા તધલખી નિર્ણયના કારણે દુકાનદારોમાં પણ વ્યાપક રોષ ફેલાઈ જવા પામ્યો છે. અને ગ્રાહકોને અનાજ થી વંચીત પામ્યા છે. કોઇપણ જાતની જાણ કર્યા વિના ચાલુ વિતરણમાં લોગીંગ આઈ.ડી. બંધ કરતા સંખ્યા બંધ દુકાનો બંધ થવા પામી છે. અને હજારો એક તરફ રાજય સરકાર કેવાયસી માટે દુકાનદારો સરકારી કર્મચારીઓ અને આંગણવાડીના બેનો પાસે રાત દિવસ કામ કરાવી રહી છે. તો બીજીતરફ સરકારે કોઈપણ જાતની જાણકારી ઈ પ્રોફાઈલ નથી બીજી કોઈપણ જાતની વિતરણની વ્યવસ્થા કર્યા વિના ધડાધડ સસ્તા અનાજની દુકાનો બંધ કરી ગરીબ ગ્રાહકોને અનાજ થી વંચીત કરી દીધા છે. કોઈ દુકાનદાર ઉંમરલાયક હોય ફીંગર પ્રીન્ટ ન આવતા હોય તો ઈ પ્રોફાઈલ ન બની શકે. તે તેવી દુકાનદારોને તેમના વારસાઈ ભાઈ પુત્ર કે ઘરના પરીવારો દુકાન આંગળી કરી તેમના પરીવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે સરકારે રોજી રોટી આપવાના બદલે રોજી રોટી છીનવી લીધી છે. હાલના તબકે ઈપ્રોફાઈલનો અમલ બંધ કરો તાકીદે બંધ કરી લોગીંગ આઈ.ડી. ચાલુ કરવા દુકાનદારોની માંગ ઉઠી છે. બીજી સરકારે ઓકટોમ્બર માસ નું સંખ્યાબંધ દુકાનદારોનું કમિશન મલ્યું નથી. સરકાર આમ ગરીબ પરીવારોને સમયસર કમીશન આપી શકી નથી દાણ ચણાના પૈસા પુરવઠા તંત્ર જથ્થો સમયસર કે પુરતો આપતા નથી કે દુકાનદારોને ભરેલા પૈસા પણ રીફંડ આપતા નથી રાજયના પુરવઠાતંત્રના હાલ બેહાલ છે. તઘલીખી નિર્ણયો લેવામાં પાવરફુલ છે. તાકીદે લોગીંગ આઈ.ડી. ચાલુ કરી ગરીક ગ્રાહકોને સમય સર જથ્થો મળે તેવી માગ ઉઠી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
