News of Saturday, 16th November 2024
કચ્છના કુંદનપર ગામે બે પત્ની અને ત્રણ સંતાનોના બાપે ૮ વર્ષની બાળકી સાથે બદકામ કરવાનો પ્રયાસ કરતાં ચકચાર
ઢગો અડપલાં કરી બદકામ કરવાના ઈરાદાઓ પુરા કરે તે દરમ્યાન બાળકીએ હિંમતપૂર્વક બૂમાબૂમ કરતાં કોટડા ચકાર (ગામ)નો ૪૦ વર્ષીય શામજી જુસા કોલી ભાગી ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : રાજ્યમાં મહિલાઓ સામે તેમ જ નાની બાળકીઓ સામે જાતીય અપરાધોના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છમાં પણ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ સામેના અપરાધોમાં ઉછાળો આવ્યો છે. ભુજના કુંદનપર ગામે ૪૦ વર્ષીય ઢગાએ પોતાની પરિચિત એવી ૮ વર્ષની બાળાનું અપહરણ કરી તેની સાથે બદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઢગો અડપલાં કરી બદકામ કરવાના ઈરાદાઓ પુરા કરે તે દરમ્યાન બાળકીએ હિંમતપૂર્વક બૂમાબૂમ કરતાં આરોપી નાસી છુટ્યો હતો. પોલીસે બાળકીના પરિવારની ફરિયાદના આધારે કોટડા ચકાર (ગામ) ના ૪૦ વર્ષીય શામજી જુસા કોલી સામે ફરિયાદ કરી છે. આરોપી ઢગો શામજી જુસા કોલી બે વાર પરણ્યો છે અને ત્રણ સંતાનો છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોધી તેની ધરપકડ કરી લીધી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
