News of Saturday, 16th November 2024
પાલીતાણા- જાલોરી ભવનમાં કાલે ચાર મુમુક્ષો સંસાર ત્યાગ કરી દીક્ષા લેશે
વર્ષીદાનનો વરઘોડો આજે નીકળશેઃ ભકતજનો જોડાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: છેલ્લા સૈકામાં આદાન-પ્રદાન ખૂબ જ દુર્લભ થતા વ્યાખ્યાન વાચસ્પતિ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે જીવનની કુરબાની આપી, અનેક વાર કોર્ટોના કઠેડા ચડી દીક્ષા માર્ગની સુરક્ષા કરી. એમણે પોતે ૪૦૦ જેટલી દિક્ષા આપી આજે એમના નામે ઓળખાતા એક જ સમુદાયમાં લગભગ ૨૦૦૦ સાધુ-સાધ્વીજી છે, જે કઠોર નિયમો-મહાવર્તો પાળે છે. તે જ જૈનાચાર્યનો દિક્ષા પ્રદાનનો વારસો જાળવનાર જૈનાચાર્ય શ્રી કિર્તીયશસૂરીશ્વરજી મહારાજે ૩૦૦ થી વધુ પુણ્યત્માઓને દિક્ષા આપી છે. દર વર્ષે ૨૦ થી ૨૫ ભાઈ-બહેનો દીક્ષા જીવનમાં પ્રવેશ કરે છે.
આ રવિવાર તા.૧૭મી એ જાલોરી-કલ્યાણ ભવનમાં આચાર્યશ્રીના હસ્તે પ્રિયાંશકુમાર, પરીનકુમાર, અ.સૌ.મંજુબેન અને કુમારી ચૈત્યાબેન સંયમનો શુભવેશ ધારણ કરી માતા-પિતાદિ, સ્વજનો, ધન-સંપતિ, ભોગ જીવનનો હંમેશા માટે ત્યાગ કરશે. આ પુણ્યાત્મા મુમુક્ષુઓનો વર્ષીદાનનો વરઘોડો શનિવાર તા.૧૬મીએ પાલીતાણાના રાજ માર્ગો પર નીકળશે. વરઘોડો ઉતર્યા બાદ ઉપકરણોનો ચડાવા બોલાવાશે. આચાર્યશ્રીની નિશ્રામાં પાલીતાણામાં થનારા ચાર દિક્ષા અવસરોમાં કુલ ૨૦ દિક્ષાઓ થશે, એમાંનો ચાર દિક્ષાનો આ પહેલો અવસર છે. તેમ દિવ્યકાંતભાઈ સલોતે જણાવ્યુ છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
