<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

લંડનની યાત્રા કરી પરત થતા મુંબઇ એરપોર્ટ પર પુ.જેન્‍તિરામબાપાનુ સ્‍વાગત

જૂનાગઢઃ તા. ૧૬: ઘુનડા સતપુરણ ધામ આશ્રમના સંસ્‍થાપક પુ જેન્‍તિરામબાપા ગત તા. ૧૫ સપ્‍ટબરના રોજ લંડન ની યાત્રા એ ગયેલ અને બે માસ સુધી ત્‍યા રોકાણ કરી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી લોકો ને સત્‍સંગનો લાભ આપ્‍યો હતો. ગતરાત્રે તેઓ લંડનથી મુંબઇ હવાઇ માર્ગે એરપોર્ટ ખાતે આવી પહોચતા તેઓનું મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે નરેશભાઇ ટોલીયા જયંતિભાઇ મિસ્‍ત્રી અને જયસુખભાઇ વરિયા સહિતના  સેવકોએ પુષ્‍પગુચ્‍છ આપી ઉષ્‍માભેર સ્‍વાગત કરી આવકાર્યા હતા. પુ બાપાસાથે લંડનની યાત્રામાં કમલેશભાઇ શીલુ પણ જોડાયા હતા (અહેવાલઃ વિનુજોષી તસ્‍વીરઃ મુકેશભાઇ વાઘેલા) (

(10:14 AM IST)