News of Saturday, 16th November 2024
દેવ દિવાળીની દ્વારકાધીશ મંદિરે ઉજવણી : જગત મંદિર રાણી વાસમાં પુજારી પરિવાર દ્વારા ૩૧૦૦ હજાર દિવડા પ્રગટાવ્યા

દ્વારકા::દેવ દિવાળીની દ્વારકાધીશ મંદિરે ઉજવણી કરાઈ હતી. શ્રીજીના બાલસ્વરૂપને સભામંડપમાં પધરાવી દિવડા પ્રગટાવીને રંગોળી કરાઇ હતી.જગત મંદિર રાણી વાસમાં
લક્ષ્મી ભંડારના પુજારી આનંદભાઈ અને વિજયભાઈએ ભગવાનના રાણી વાસમાં દીપોત્સવ ની જ્યોત પ્રજલિત કરાવી હતી.પુજારી પરિવાર દ્વારા ૩૧૦૦ હજાર દિવડા પ્રગટાવીને અલગ અલગ પ્રકારની રંગોળી કરાઈ હતી.
હજારો ભાવિકોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.(અહેવાલ: વિનુભાઈ સામાણી,તસ્વીર:દીપેશ સામાણી દ્વારકા)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
