News of Saturday, 16th November 2024
ચોટીલા શ્રી ચામુંડા માતાજીનાં દર્શને ૧પ દિ'માં ૧ર લાખ ભાવિકો
કારતક મહિનાની પૂનમ મોટી પૂર્ણિમા હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છેઃ તળેટી બજારમાં રાત્રે જાણે સુરજ ઉગયો હોય તેવો માહોલ સર્જાયો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૬ : ચોટીલા ચામુંડાધામમાં દિવાળી બાદ રજાઓનાં દિવસમાં ૧૨ લાખ થી વધુ યાત્રિકોએ મુલાકાત લીધી હતી જેમા શુક્રવારના કાર્તકી પુર્ણીમાં ના દિવસે ચોટીલા ચામુંડા ધામમાં દોઢ લાખ જેટલા લાખો ભાવિકો ની ભીડ ઉમટી હતી. રાત્રીનાં ર. ૩૦ કલાકે ડુંગર પગથિયાનાં દ્વાર ખોલી નાખવામાં આવેલ હતા. તેમજ રાત્રીના ૩ કલાકે માતાજીની ઙ્કથમ આરતી કરવામાં આવેલ હતી જેનો હજારો ભાવિકો એ લાભ લીધો હતો
મધરાત થી જ હાઈવે થી પગથિયા ડુંગર સુધી ભાવિકોનો મધરાત થી ઘસારો શરૂ રહેલ હતો જે બપોર સુધી અવિરત વહેતો રહ્યો હતો
ચોટીલા ચામુંડા માતાજીની કારતક પુનમ મોટી હોવાની ભક્તોની માન્યતા છે.
અનેક ભાવિકો માતાજીની પુનમ દર્શન ની માનતા આજ થી પ્રારંભ કરે છે.
સૌથી વિશેષ ઉતર ગુજરાતનાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, વિરમગામ સહિત અનેક પદયાત્રી સંઘો, માતાજીનાં રથ, ગરબા અને ધજા સાથે ડીજે ના તાલે ગરબે રમતા રમતા આગલા દિવસ થી હજારોની સંખ્યામાં ચોટીલા પહોચેલ જેઓ મોડી રાત થી જ પ્રથમ આરતી માટે લોકો તળેટીમાં પહોચી ગયેલ હતા.
ડુંગર તળેટી બજારમાં રાત્રીનાં જાણે સૂરજ ઉગ્યો હોય તેવો દિવસ જેવો માહોલ જોવા મળેલ હતો અને આખી રાત્રિ તળેટી બજાર ધમધમતી રહી હતી તેમજ કરોડો રૂપિયાનો શ્રીફળ, પ્રસાદ સહિત ચીજવસ્તુઓ અને ખાણી પીણીનો વેપાર થતા ધંધાર્થીઓનાં ચહેરા ઉપર રોનક છવાઇ હતી.
મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો થતા ધર્મશાળાઓ અને હોટલ ગેસ્ટ હાઉસમાં હાઉસફૂલ જોવા મળેલ હતા અનેક ઠેકાણે રૂમ ના ચાલતા કાયમી ભાડા કરતા ત્રણ થી પાચગણા વસુલાયાનો કચવાટ પણ સાંભળવા મળેલ હતો જે અંગે પ્રસાશન દ્વારા ફિક્સ કેટેગરી ભાડું નક્કી કરી બોર્ડ મુકાવાય તેવું જરૂરી હોવાનું યાત્રિકો એ જણાવ્યું હતું
ગુજરાત અને રાજ્ય બહારનાં પુનમ ભરતા લાખો ભક્તો માતાજીનાં દર્શને પહોચ્યાં હતા દિવાળી બાદ ના તહેવારોના દિવસો દરમિયાન એક અંદાજ મુજબ ૧૨ લાખ થી વધુ યાત્રિકોએ ચોટીલાની મુલાકાત અને ચામુંડા માતાજીના દર્શનનો લાભ લીધો હતો
કાયદો વ્યવસ્થા માટે પોલીસનો મોટો બંદોબસ્ત છતા યાત્રી પ્રવાહની અસર હાઇવે ઉપર જોવા મળેલ હતી જેમા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સામાન્ય રહ્યાં હતાં
દર વર્ષે સૌથી વધુ ભાવિકોની ભીડ દિવાળી બાદ પ્રથમ એવી કાર્તકી પુનમે ચોટીલાધામે ચોટીલામાં સર્જાય છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
