News of Saturday, 16th November 2024
ઝેરી દવા પીવાનાં બે કિસ્સામાં જૂનાગઢમાં યુવાન અને વળદ્ધાનું મત્યુ
એક યુવાન મળત હાલતમાં મળી આવતા પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ : ઝેરી દવા પીવાનાં બે કિસ્સામાં જૂનાગઢમાં યુવાન અને વળદ્ધાનું મળત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જૂનાગઢમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના એમનાબેન નૂરમહંમદ ઠેબા નામના વળદ્ધાએ ૧૪ નવેમ્બરના રોજ સાંજે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મળત્યુ થયું હતું. આ બારામાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જ્યારે જૂનાગઢમાં ભાટિયા ધર્મશાળા પાસે રહેતા ૩૫ વર્ષના ધર્મેશભાઈ જેન્તીભાઈ પુરબિયા નામના યુવાને પણ ૧૪ નવેમ્બરના રોજ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં મંગલધામ સોસાયટી ગરબી ચોક પાસે રહેતા ૪૮ વર્ષના મનસુખભાઈ દેસાભાઇ રાવલીયા મરણ હાલતમાં મળી આવતા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ આદરી હતી
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
