News of Saturday, 16th November 2024
જામનગર : માવતરે ગયેલ મહિલાને પતિ તેડવા ન આવતા જવલનશીલ પદાર્થ છાટી સળગી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: લાલપુર તાલુકાના પીપરટોડા ગામે રહેતા ભુરાભાઈ બાવાભાઈ રાતડીયા, ઉ.વ.પ૦ વાળા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૧૧-ર૦ર૪ ના મરણજનાર જયશ્રીબેન વિરમભાઈ નાથાભાઈ વકાતર, ઉ.વ.ર૮ વાળાને છ એક વર્ષથી આંચકીની બિમારી હોય જેથી પોતાના શરીરનું સંમતોલનપણુ જાળવી શકિત ન હોય અને અમુકવાર પડી જતા હોય તથા તેઓના સાસરેથી સાતમ આઠમના તહેવાર કરવા પોતાના માવતરે આવેલ હોય જે બાદથી તેઓના પતિ વિરમભાઈ તેડવા આવેલ ન હોય જેથી પોતે ગુમસુમ રહેતા હોય જે કોઈ વાતનું મરણજનાર જયશ્રીબેનને લાગી આવતા પોતાના માવતરે કોઈ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ પોતાના શરીરને છાટી સળગી જતા શરીરે સખત દાઝી જતા સારવારમાં ૧૦૮ મારફતે જે હોસ્પિટલ જામનગર દાખલ કરાવતા ચાલુ સારવાર દરમ્યાન ડોકટરે મરણ થયેલાનું જાહેર કરેલ છે.
કારે મોટરસાયકલને
હડફેટે લેતા મોત
જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આશીષભાઈ અરશીભાઈ વાણીયા, ઉ.વ.ર૧, રે. વાડી વિસ્તાર, મોટી ગોપ ગામ, તા.જામજોધપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૧૧-ર૦ર૪ના ફરીયાદી આશીષભાઈના પિતા અરશીભાઈ પોતાનું હિરો કંપનીનું સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ ડી.એમ.-૯૮૪૯ વાળુ લઈને વાડીએથી તેઓની રહેણાંક વાળી વાડી તરફ જતા હોય તેવામાં આરોપી ફોરવ્હીલ ગાડી જેના રજી.નં. જી.જે.-૩૯- સીબી -૦૦૧૮ નો ચાલકે ગોપ ગામના પાટીયાથી વર્તુ ડેમના પાટીયાની વચ્ચે આવેલ પુલ પાસે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી પાછળથી મોટરસાયકલ સાથે ભટકાડી મરણજનાર અરશીભાઈને કપાળથી ઉપરના ભાગે ગંભીર ઈજા તથા શરીરે છોલછાલની ઈજા કરી મૃત્યુ નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
