<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

સાંથણીમાં બાકી કબજો સોંપવા સરકારને પરિપત્ર છતા કોઇ કાર્યવાહી નથીઃ લોધીકા મામલતદાર તંત્ર સામે રાવ

મહેસુલના અગ્રસચિવને નામ સહિત ફરિયાદ પત્ર પાઠવતા અનુ.જાતિ અધિકારી મંચના ભરત ચાવડા જાન્‍યુઆરી-ર૦ર૪ થી આજ સુધીમાં ર૦ સાંથણીદારોની અરજીઓ પેન્‍ડીંગ

રાજકોટ તા. ૧૬: લોધીકા તાલુકાના અનુ.જાતિ અધીકાર મંચના ભરતભાઇ ચાવડા તથા અન્‍ય આગેવાનોની મહેસુલ અગ્રસચિવને ફરિયાદ.

પત્ર પાઠવી લોધીકા મામલતદાર તંત્રના અમુક ભ્રસ્‍ટ્રાચારીઓ જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યુ છે કે  ગુજરાત સરકારના મહેસુલ વિભાગએ તા. ૧૯/૦ર/ર૦૧૮ ના એક પરીપત્ર થી સાંથણીમાં બાકી કબજા સોંપવા સુચના આપેલ છે આ પરિપત્રની એક પણ ગામમાં પ્રસિધ્‍ધી કરેલ નથી. આવા ગરીબ પછાત જાતિના બાકી સાંથણીદારો ને જેમ જેમ જાણ થતા જાન્‍યુઆરી ર૦ર૪ થી અત્‍યાર સુધીમાં વીશ સાંથણીદારોએ બાકી કબ્‍જો સોંપી આપવા અરજી કરતા ર૦ થી વધારે અરજીઓ પેન્‍ડિંગ છે જેની વિગતો અમે પત્રમાં સાથે રજુ કરી છે. પત્રમાં ભરતભાઇએ ચાવડાએ વધુમાં ઉર્મેર્યુ છે કે, બિનખેતીની અરજીઓ નો ૧પ દિવસમાં મીઠા મોઢા બાદ ફટાફટ નિકાલ થાય, જયારે ગરીબ અભણની   અરજીઓ છ મહીને એક ઇંચ પણ આગળ ન હાલે તે તો કયાંનો ન્‍યાય. અરજી મંજુર કરવાના મીઠા મોઢાની ના સાંભળ્‍યા હતા. અત્‍યાર સુધી. પણ એનાથી આગળ હવે અરજી તાત્‍કાલીક નામંજુર થાય તેના પણ ચાલુ થયા છે. કારણ કે અરજી સમયસર નામંજુર થાય તો ઉપલી કોર્ટમાં વહેલીતકે અપીલ ફાઇલ થઇ શકે છે.

લોધિકા તાલુકાના પાળ ગામેના અરજદાર/સાંથણી ધારકે તા. ૧૩/૬/ર૦ર૩ ના બાકી કબ્‍જો સોંપવા અરજી કરતા રેવન્‍યુ રેકર્ડમાં ૭/૧ર ના પાનીયા ચાલુ ન હોય અંત્રેથી કોઇ કાર્યવાહી કરવાની થતી ન હોવાનું છ મહિના બાદ તા. ર૪/૧૧/ર૦ર૩ ના રોજ પ્રત્‍યુતર આપે છે. આ તંત્રને એટલું જ્ઞાન પણ નથી કે પ્રત્‍યક્ષ કબ્‍જો સોપ્‍યા બાદ જ ૭/૧ર ના પાનીયામાં નામ આવે. ૭/૧ર માં નામ નથી આવતું એટલે તો બાકી કબ્‍જો સોંપવા અરજી કરેલ છે.

ખેતીની જમીનના સાંથણી અને ૧૯૬૧  નાં સમયગાળામાં વધુ થયેલ છે. જે તે સમયે તલાટી મંત્રી નો યુગ હતો. જેને નીવેધ ન ધર્યા તેને સાંથણીનો હુકમ થવા છતાં કબ્‍જો ન સોંપાયો આ ભુલ ભાજપની સરકારે સને   ર૦૧૮ માં સુધારી અને ઐતિહાસીક નિર્ણય કરેલ કે આવા બાકી સાંથણીના પ્રત્‍યક્ષ કબ્‍જા યુદ્ધ ના ધોરણે છ મહિનામાં સોંપી આપવા જણાવી પરિપત્ર તા. ૧૯/૦ર/૨૦૧૮ ના બહાર પાડેલ પરિપત્રમાં કયાંય છ  મહિનાની ડેડલાઇન નથી. પણ અતિ સ્‍માર્ટ રાજકોટના    મહેસુલ તંત્રના અમુક અધિકારીઓએ  બાકી કબ્‍જાના સાંથણીદારો ને પરિપત્ર થી અજાણમાં રાખ્‍યા એક પણ ગ્રામ પંચાયતની કચેરીએ બહોળી પ્રસિધ્‍ધી કરાવેલ નહી જયારે અભણ, દલિત, ઓબીસી, ખેડુતોને મોડી મોડી પરિપત્રની જાણ થઇ અને સને ર૦ર૩-ર૪ માં અરજીઓ કરતા છ મહિનાની મુદત પુરી થઇ ગઇ તેવું ગતકડું કાઢી અરજીઓ દફતરે કરી દીધી. છ મહિનામાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક હતો પણ બાકી રહી ગયા હોય કે જે તંત્રના પાપે કારણ કે આ પરિપત્ર ગ્રામપંચાયતની ચાવડી એ બહોળો પ્રસિધ્‍ધી કરાવેલ નથી કે આવા બાકી પ્રત્‍યક્ષ કબ્‍જાવાળા ના નામેનું રેકર્ડ તંત્ર પાસે હતું જ તેને નોટીસથી જાણ કરવાની તંત્રની ફરજ છે. જે ફરજ બજાવી નહિં સામાન્‍ય અભણ ખેતમજુર નો સરકારી પરિપત્રની જાણ કયાંથી હોય ? સરકારની જેમ બધાને ન્‍યાય કરવાનો હતો. પણ કલેકટર તંત્ર રાજકોટ ના. અધિક  બાહોશ અધિકારોએ પરિપત્ર નો હાર્દ જ કચડી નાખ્‍યો સરકાર નો હેતુ આ નિર્ભર તંત્રને છ મહિનમાં બાકી પ્રત્‍યક્ષ કબજા સોંપવાનું કામ પૂર્ણ કરે તેવો હતો છ મહિનામાં લક્ષ્યાંક મુજબ કામ પુર્ણ ન થાય તો છ મહિનામાં બાકી પ્રત્‍યક્ષ કબ્‍જા સોંપવાનું કામ પૂર્ણ કરે તેવો હતો છ મહિનામાં લક્ષ્યાંક મુજબ કામ પૂર્ણ ન થાય તો છ મહિના પછી અરજી ના લેવી તેવી પરિપત્રમાં આવી કોઇ જ સુચના નથી. પણ ખેતમજુરો ઓફીસ ના પગથીયા ઘસતો રહે તેવુ મજબુર કરવાનો એક માત્ર આશ્રય છે. સરૂન્‍દ્રનગર જીલ્લામાં સને ર૦ર૩ માં બાકી કબ્‍જા સોંપી આપેલ દરેક જિલ્લે અલગ અલગ કાયદા હોઇ જ ન શકે.

 સૉથણીનો બાકી પ્રત્‍યક્ષ કબજો સોંપવાની સત્તા મામલતદાર તંત્રની છે, જેઓએ અરજીઓ પ્રત્‍યે કોઇ જ કાર્યવાહી ન કરી બે થી ૭ મહિના પેન્‍ડીંગ રાખેલ છે. સિટિઝન ચાર્ટર એકટ મુજબ અરજીઓ નો એક મહિનામાં નિકાલ કરવાનો રહે છે, તેનો ભંગ કરી કોઇ કારણ વગર માત્ર ચોંકાવનારા એકમાત્ર આશયથી પેન્‍ડિંગ રાખેલ છે છેલ્લા બે વર્ષથી લેન્‍ડ રેવન્‍યુ કોડની કલમ ૬૦ મુજબ સાંથણીની જમીનના કબજા સોંપવાની સત્તા મામલતદારશ્રીઓને હોવા છતાં ઘણા કેસોમાં પ્રાંત અધિકારી શ્રી રાજકોટ ગ્રામ્‍ય અને દરખાસ્‍ત કરી અરજદારોને પરેશાન કરવાનો એકમાત્ર હેતુ હોય છે, આવા જવાબદારો સામે કડક પગલા લેવા લોધીકા પાલિકા અનુ.જાતિ અધિકારી મંચનાશ્રી ભરતભાઇ ચાવડાએ માંગણી કરી છે.

(3:00 PM IST)