<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

મજૂરી કરી ઘરે જઇ રહેલા નાળીયેરી ગામના અરજણભાઇનું વાહન અકસ્‍માતમાં મોત

બાઇકને અજાણ્‍યા વાહને ઉલાળી દેતાં રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: ચોટીલાના નાળીયેરી  ગામના પ્રોૈઢનું વાહન અકસ્‍માતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાળીયેરી ગામે રહેતાં અરજણભાઇ મોહનભાઇ ઝાપડીયા (ઉ.વ.૫૫) ગઇકાલે સવારે ઘરેથી મજૂરી કામે ગયા હતાં. બપોરે જમવા માટે ઘરે બાઇક હંકારીને જઇ રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં આણંદપર ચોકડી પાસે અજાણ્‍યા વાહને બાઇકને ઠોકરે ચડાવી દેતાં તેઓ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.  હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રસિંહે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં ચાર દિકરી અને સાત દિકરા છે. ચોટીલા પોલીસે અજાણ્‍યા વાહન અંગે તપાસ હાથ ધરી છે.

(12:17 PM IST)