<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વેરાવળમાં ફટાકડાના તણખાથી ગાદલુ સળગ્‍યું: દાઝી જવાને લીધે રતનબેન મણીયારનું મોત

૮૧ વર્ષના વૃધ્‍ધાએ સારવાર દરમિયાન રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૧૬: ગીર સોમનાથના વેરાવળમાં રહેતાં વૃધ્‍ધાનું  ફટાકડાને કારણે પથારી સળગતાં દાઝી જવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ વેરાવળમાં ક્રિષ્‍ના હાઉસ સરાટ સોસાયટીમાં રહેતાં રતનબેન પ્રેમજીભાઇ મણીયાર (ઉ.વ.૮૧) ઘરમાં સુતા હતાં ત્‍યારે છોકરાઓ નજીકમાં ફટાકડા ફોડતાં હોઇ બાલ્‍કનીની બારી ખુલી હોઇ તેમાંથી ફટાકડાના તણખા ઉડીને ગાદલામાં આવતાં ગાદલુ સળગતાં પોતે દાઝી જતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. ભગીરથસિંહ ખેરએ જરૂરી કાર્યવાહી કરી વેરાવળ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

(2:13 PM IST)