News of Saturday, 16th November 2024
અરબી સમુદ્રમાં વારંવાર ઝડપાતા ડ્રગ્સના જથ્થાની તપાસ મુળ સુધી પહોંચતી નથી
મુળ ડ્રગ્સ માફિયા કોણ? અને ભારતમાં ડ્રગ્સ જથ્થો કોને પહોંચાડવાનો હતો ? તે અત્યાર સુધી ખૂલ્યુ નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬: અરબી સમુદ્રમાં ઓપરેશન સાગર મંથન- ૪ હેઠળ નેવી એનસીબી અને એટીએસ દ્વારા ઇરાની બોટમાંથી ૭૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયુએ પહેલા અરબી સમુદ્રમાં પોરબંદર, કચ્છ દેવભુમિ દ્વારકા નજીક અનેક વખત કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતું. અત્યાર સુધી આ ડ્રગ્સ મોકલનાર મૂળ માફિયાઓ કોણ? તથા આ ડ્રગ્સ જથ્થો કોને પહોચાડવાનો હતો..? તે સુધી તપાસ પહોંચી શકી નથી.
અરબી સમુદ્રમાં વારંવાર ઝડપાતા ડ્રગ્સ જથ્થો મોકલનાર ડ્રગ્સ માફિયાના અને જેને ડ્રગ્સ સપ્લાઇ કરવાનું હોય તેના નામનો પર્દાફાશ કરવામાં અત્યાર સુધીની તપાસમાં સફળતા મળી નથી. કોઇને કોઇ કારણથી ઝડપાતા ડ્રગ્સના મૂળ સુધી તપાસ પહોંચી શકતી નથી.
અરબી સમુદ્રમાં પકડાતી ડ્રગ્સની હેરફેર પાકિસ્તાનના કરાંચી બંદર તથા ઇરાનના ચાબહાર બંદરથી થતી હોવાનું ખૂલે છે પરંતુ ડ્રગ્સના મૂળ માફિયા કોણ? અને આ ભારતમાં ડ્રગ્સ કોને પહોચાડવાનું હતું? તે અત્યાર સુધી ખૂલ્યું નથી. ડ્રગ્સની તપાસ મુળ સુધી પહોચતા અટકી જાય છે. અરબી સમુદ્રમાં અત્યાર સુધીમાં કરોડોથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં સુરક્ષા એન્જ્સીઓ સફળ રહી છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
